Gujarat

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

વડોદરામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા
પેેટ્રોલ- ડીઝલના ભાવ વધારાનો ઉગ્ર વિરોેધ

વડોદરા, તા.ર૪
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આંદોલન કરી રહેલા કોંગી કાર્યકરોએ આજે ફરી એકવાર વડોદરા નજીક હાઈવે પર ટ્રાફિક જામ કરતા પોલીસ દોડી આવી હતી.
પેટ્રોલ-ડીઝલના રોજ વધી રહેલા ભાવ વધારા સામે વડોદરા શહેર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જુદા-જુદા કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આજે આવા જ એક કાર્યક્રમમાં વડોદરા નજીક હાઈવે પર અડધો કલાક સુધી દેખાવ કરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટ દ્વારા વડોદરા શહેરના કાલાઘોડા પાસે મંદિરની બહાર ભીખ માગીને મોંઘવારીના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત મોંઘવારીના વિરોધમાં ગીતો ગાઈને પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવવધારાનો અનોખી રીતે વિરોધ દર્શાવવામાંં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો ભીખ માગીને વિરોધ કરી રહેલા બંને કોંગ્રેેસ અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા ભાવવધારાને કારણે પ્રજા મોંઘવારીથી પીસીઈ રહી છે. રણોલી નજીક એકત્રિત થયેલા કોંગી કાર્યકરોએ બેનરો પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો અને કેટલાક કાર્યકરો વાહનોને આંતરી ઉપર ચડી જતા ટ્રાફિક જામ થયો હતો. છાણી પોલીસ આવી જતા જિલ્લા મહામંત્રી દિલીપ ભટ્ટ સહિત ૮ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

સુરત કોરોના સંકટ વચ્ચે પણ કેન્દ્ર સરકાર દ્વારા રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ ક્રમશઃ વધારવામાં આવી રહ્યાં છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉધના ત્રણ રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યું છે. તેમજ કોગ્રેસ દ્રારા અલગ અલગ ઝોનમાં વિરોધનો કાર્યક્રમ રાખ્યો હતો. કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ારા વિરોધ પ્રદર્શન કરવાની સાથે નારેબાજી પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલનો ભાવવધારો પાછો ખેંચવાની સાથે સાથે મસમોટા વિજ બિલ અપાયા છે તે પણ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.

ડીસા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરૂદ્ધ પ્રદર્શન

ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશમાં ડીઝલ પેટ્રોલ તેમજ અન્ય ચીજ-વસ્તુઓના ભાવમાં વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ વ્યાસ, જિલ્લા કારોબારી સભ્ય કાન્તિ પરમાર, જિલ્લા કોંગ્રેસના દશરથભાઇ દેસાઈ વડાવળ ,સેવાદળના જોરાભાઈ જોશી ,તાલુકા પંચાયત ડેલીગેટ શ્રી જયંતીજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અર્જુન સિંહ વાઘેલા , પાલિકાના પૂર્વ સદસ્ય અનુપ ઠાકોર ઈબ્રાહીમ ઘાંચી , સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલ. (તસવીર જમીલ મેમણ ડીસા)

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન

છેલ્લા બે માસના લોકડાઉનથી ધંધો રોજગાર પડી ભાંગેલ છે તથા નોકરિયાત વેતનદારને પગારકપાતની આફત છે. પ્રજા ખૂબ જ મુશ્કેલીમાં મૂકાઈ છે. જ્યારે મોંઘવારી માર અસહાય છે તેવા સંજોગોમાં ભાજપની કેન્દ્ર સરકાર, અને ભાજપા ગુજરાત સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવવધારો કરી ભાજપ સરકાર પ્રજા પ્રત્યે વેદના દાખવેલ નથી. ત્યારે રોજે રોજ વધતા પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારા સામે આજ રોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર આપવામાં વલસાડ જિલ્લા વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલ (ભોલા ભાઈ) નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગિરીશ દેસાઈ, વલસાડ કોંગ્રેસ તાલુકા પ્રમુખ કમલ પટેલ, મહિલા પ્રમુખ ભાવના બેન, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી અલકેશ દેસાઈ, યુથ પ્રમુખ રોનક શાહ, મીડિયા કન્વીનર ઈરફાન કાદરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો, હાજર રહ્યા હતા.

ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા

પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવવધારા સામે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કરી સૂત્રોરચાર કર્યા હતા અને મિલકતવેરો, સ્કૂલ ફી, લાઇટબીલ માફ કરવા માટે કોંગ્રેસીઓએ માંગ કરી છે. જે આમ જનતાને પોસાય એમ નથી એના માટે સરકારને જગાડવા માટે ઉમરપાડાના કોંગ્રેસે આ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે હરિશ વસાવા નટવરસિંહ વસાવા, રામસિંહ નારસિંગભાઈ, મૂળજીભાઈ વગેરે અનેક કાર્યકરો હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટંકારા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુની વધતી કિંમતને સ્થિર કરવા સાથે કોરોના મહામારીના કાળમા મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવતા લોકોનો આર્થિક ભાર ઓછો કરવા ટંકારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનેે અંકુશમાં લેવાની અપીલ સાથે ટંકારા કોંગ્રેસની ટીમે મામલતદારને આવેદન પત્ર પાઠવયું હતું.

માંગરોળમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારા પ્રશ્ને વિવિધ સૂત્રો વાળા બેનરો સાથે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જેને પગલે માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયી પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા અને ધરણાં ઉપર બેઠેલા કાર્યકરોને ઉઠી જવા જણાવ્યું હતું, આ કાર્યક્રમમાં રમણભાઈ ચૌધરી, સામજીભાઇ ચૌધરી, સાહબુંદીન મલેક, રૂપસિંગભાઇ ગામીત, બાબુભાઇ ચૌધરી, મોહમદ જે.પી. સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

કોડીનાર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેેદન

દેશમાં છેલ્લા અઢાર દિવસથી પેટ્રોલ તથા ડીઝલમાં સતત વધતા ભાવોની સામે કોડીનાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય મોહનભાઈ વાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિકભાઈ ઉપાધ્યાય, સુગર ફેકટરીના ડાયરેક્ટર ગોવિંદભાઈ મોરી, નગરપાલિકાના સભ્યો સહિતના અગ્રણીઓએ કોડીનાર મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. અને તાત્કાલિક અસરથી પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવા માંગણી કરાઈ છે.

ધોળકા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ
દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશો પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ સહિત અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧પ દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. લોકોની વેદનાને વાચા આપવા માટે ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા પ્રાંત અધિકારીને મોંઘવારી વિરૂદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેર પ્રમુખ ફિરોજખાન પઠાણ, તાલુકા પ્રમુખ આત્મારામભાઈ ચૌહાણ અમદાવાદ જિલ્લા સદસ્ય મનિષભાઈ મકવાણા, જિલ્લા ઉપપ્રમુખ મુનાફભાઈ રાધનપુરી, મહામંત્રી દિનેશભાઈ મકવાણા, તાલુકા ડેલીગેટ ભુવાજી તથા કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ સાકિરમિયાં મલેક, રફીકભાઈ મોદન, પ્રવીણ જાધવ, જોન મોમીન જે.જે.પાઠક, હરીશભાઈ પરમાર, કૈલાશભાઈ ઠાકોર વગેરે હાજર રહ્યા હતા.

વીરપુરમાં કોંગી કાર્યકરો દ્વારા મામલતદારને આવેદન

વિરપુર તાલુકાની કોંગ્રેસ સમિતિ દ્વારા વિરપુર મામલતદાર કચેરી ખાતે આજ રોજ પેટ્રોલ ડીઝલ ભાવને લઈને આવેદન આપવામાં આવ્યું હતું પેટ્રોલ ડીઝલમાં સતત વધી રહેલા ભાવોના કારણે પ્રજા હેરાન થઈ રહી છે તેમજ જગતના તાત ખેડૂતોને ખેતી વિષયક વિજ જોડાણના બીલ ઘરના વિજબીલ ખાતર બિયારણના ભાવનો બોજ બેંક લોન ક્રેડિટ લોન વગેરેના બીલો આમ જનતા ભરી નથી શકતી જેવા અનેક મુદ્દાઓ સાથે આજ વિરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાધુસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ, કોંગ્રેસ પાર્ટીના આગેવાન નારાયણ પટેલ તાલુકા સદસ્યો અને યુવાનોની હાજરીમાં વિરપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાલીતાણામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના
ભાવવધારાના વિરોધમાં ચક્કાજામ

પાલીતાણા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભૈરવનાથ ચોક ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે તેના વિરોધમાં શાંતિ પૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર વિરોધ સૂત્રોચાર કરી લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાવવધારો પાછો ખેંચી લેવા માંગ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા કોગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ, પ્રદેશ અગ્રણી નાનુ ડાંખરા, કીરીટ ગોહિલ, વિપક્ષ નેતા પ્રવિણ એમ ગઢવી શહેર પ્રમુખ કરણશંગ મોરી માયનોરેટી ડીપાર્ટમેન્ટના પ્રમુખ અસ્લમ ઈ ડેરૈયા સહીત મોટી સખ્યાંમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ચોટીલા નેશનલ હાઇવે ચક્કાજામ

ચોટીલા શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવ વધારા સામે ડે.કલેક્ટરને આવેદન પાઠવી ચોટીલા નેશનલ હાઇવે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરેલ.

ભાવનગરના ઉમરાળા ખાતે ઉમરાળા કોંગ્રેસની આગેવાની અને તાલુકાના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તા, આગેવાનો અને જનતાએ વિરોધ પ્રદર્શિત કરી ભાવવધારો પાછો ખેંચવા મામલતદાર ઉમરાળાને આવેદનપત્ર આપી માંગ કરી હતી.

ભાવ વધારા અંગે અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે મોટી સંખ્યામાં શહેર તાલુકા તથા જિલ્લાના કોંગ્રેસના નેતા તથા કાર્યકરો હાજર સરકાર વિરોધી અને પેટ્રોલ, ડીઝલ તથા જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના કમર તોડ ભાવા વધારા અંગેના બેનરો સાથે સૂત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ શહેર પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરાઇ હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસદીય, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઈ પટેલ, ચેતન પટેલ, મ્યુ. સભ્યો જહાંગીરખાન પઠાણ, રફીક ઝગડિયાવાળા, ભુપેન્દ્ર જાની, શરિફ કાનુગા, રાજેશ વસાવા તથા માઈનોરીટિ ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇકબાલ ગોરી, મગન માસ્ટર, હનીફ ભરૂચી, નુરૂ કુરેશી, ભુપેન્દ્ર પટેલ, વસીમ ફડવાલા, દેવેન્દ્ર ઉપાધ્યાય, અસલમ હાટિયાં, શૈલેષ મોદી, માનું સોલંકી, હરીશ પરમાર, શૈલેષ પરમાર, યુવા પ્રમુખ ભારત પરમાર વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આમોદ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર

કોંગ્રેસ આગેવાનો દ્વારા આજ રોજ આમોદ મામલતદારને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં આમોદના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. હાલમાં દેશના લોકો કોરોના જેવી બીમારીથી બચવા માટે લડત લડી રહ્યાં છે ત્યાં ભાજપ સરકાર દ્વારા ભાવ વધારો કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદ તાલુકા પ્રમુખ ઉસ્માન ભાઈ મીંડી, આમોદ કોંગ્રેસ શહેર પ્રમુખ મુકેશ ભાઈ વસાવા, આમોદ કોંગ્રેસના આગેવાનો નાજુ બાપુ, મહેબુબ ભાઈ કાકુજી, રણજીત પઠીયાર, હસન બંગ, રોહિત માછી, ઈબ્રાહિમ સરપંચ, ઈસ્માઈલ સરપંચ, મહેન્દ્ર દેસાઈ, ભોપેન્દ્ર ભાઈ રોધ, શકીલ ભાઈ કાપડિયા સહિત તમામ કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપતી વખતે હાજર રહ્યાં હતાં.

હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવવધારા સામે વિરોધ

કોવિડ મહામારીને કારણે ત્રણ મહિના સુધી કરવામાં આવેલ લોકડાઉનને પગલે લાખો લોકો નોકરી, ધંધા રોજગાર વગરના થઈ ગયા છે ત્યારે કેન્દ્રની ભા.જ.પ સરકાર દ્વારા પડતાં પર પાટુ મારતા હોય તે રીતે છેલ્લા સત્તર દિવસથી કરવામાં આવેલ એકસરખા પેટ્રોલ ડીઝલમાં ભાવવધારાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે પ્રજાને પડતી તકલીફ અને વેદનાને વાચા આપવા આજે હિંમતનગર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો. તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, માજી તાલુકા પ્રમુખ ચંદ્રસિંહ, શહેર પ્રમુખ ઈશ્વરભાઈ, ખજાનચી નયનકુમાર, મહામંત્રી મહેશસિંહ, યુવા પ્રમુખ રાકેશસિંહ, કમળાબેન, સુફિયાબેન, પાકિઝાબેન, ઉપપ્રમુખ ચંપકસિંહ, કાર્યાલય મંત્રી મહેશભાઈ, મનોજભાઈ બારોટ અને અન્ય કાર્યકરોની હાજરી ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કર્યું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.