(એજન્સી) તા.૨૫
નેશનલ સિક્યોરિટી એજન્સીના વ્હિસલ બ્લોવર એડવર્ડ સ્નોડેને પેગાસસ પ્રોજેક્ટ પર પોતાની પ્રારંભિક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે તે સિક્યોરિટી પ્રોજેક્ટ નથી. તેના દ્વારા કોઇ રક્ષણ પૂરૂ પાડવામાં આવતું નથી. તેઓ કોઇ વેક્સિન બનાવતાં નથી. તેઓ માત્ર વાયરસ વેચે છે. તેમણે એવો દાવો કર્યો હતો કે પેગાસસ પ્રોજેક્ટમાં જે ઘટસ્ફોટ થાય છે તે માત્ર હિમશિલાની ટોચ છે.હજુ તો સ્થિતિ ઘણી ખરાબ હશે એવો તેમણે નિર્દેશ આપ્યો હતો. દરમિયાન તમે પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેરની જાહેરાતો જોઇ છે ખરી ? શરૂઆતમાં આ સોફ્ટવેર માતા પિતાને એક એવું પ્લેટફોર્મ પુરૂ પાડે છે જેમાં તેઓ પોતાના બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિનું મોનિટરીંગ કરી શકે છે. આ માટે સાવ નજીવા ભાવે તમને શ્રેણીબદ્ધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે કે જેનાથી તમે જેની જાસૂસી કરવામાં આવતી હોય એવી વ્યક્તિનો ફોનની માલિકી મેળવી શકો છો. કોલ લોગ, ટેક્સ્ટ મેસેજ, બ્રાઉઝીંગ હીસ્ટરી, ઇન્કમિંગ અને આઉટગોઇંગ કોલ્સનું રેકોર્ડીંગ અને લિસનીંગથી લઇને દૂરથી એમઆઇસી અને કેમેરા કંટ્રોલ પણ મેળવી શકો છો અને આથી તમામ પ્રવૃત્તિનું દૂરથી મોનિટરીંગ કરી શકશે. આમ પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર તમને ભારતમાં ઓછી કિંમતે જાસૂસી કરવાની સુવિધા પૂરી પાડે છે. સાવ ઓછી કિંમતે સ્પાયવેર તમને એવી સુવિધા પૂરી પાડે છે કે જે કસ્ટરમરને લક્ષીત વ્યક્તિના ફોનની માલિકી મેળવવા માટે સક્ષમ કરે છે. પેગાસસ અને ઘરેલુ રીતે ઉપલબ્ધ સ્પાયવેરમાં મુખ્ય તફાવત એ છે કે પેગાસસનો દૂરથી માલવેર પ્લાન્ટ કરવા માટે ઉપયોગ થઇ શકે છે જ્યારે ઘરેલુ સ્પાયવેરમાં આ શક્ય નથી. નિષ્ણાતોનું માનવું છે કે પેરેન્ટલ કંટ્રોલ એ મૂળભૂત રીતે એક એવો પ્લેટફોર્મ છે કે જે ક્લાયન્ટને જાસૂસી કરવાની સુવિધા પૂરી પાડે છે. આમ પેરેન્ટલ કંટ્રોલના નામે આ સ્પાયવેરનો ઉપયોગ સંબંધોમાં વિસંવાદિતા, બિઝનેસ અને કોર્પોરેટ હરીફાઇના વગેરેના કેસમાં જાસૂસી કરવા માટે તેનો ઉપયોગ થાય છે એવું સાયબર સિક્યોરિટી નિષ્ણાત રક્ષીત ટંડને જણાવ્યું હતું. માહિતગાર સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ પ્રકારના સ્પાયવેરનો બિનસત્તાવાર રીતે જે તે વિભાગમાં જાસૂસી કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.