ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટી કેમ્પસમાં પેલેસ્ટીની તરફી છાવણીમાં પેલેસ્ટીની ધ્વજ ફરકતો દેખાય છે
(એજન્સી) ન્યૂયોર્ક, તા.૩૦
પેલેસ્ટીન તરફથી વિદ્યાર્થીઓની હિમાયત કરવા બદલ કોલંબિયા યુનિવર્સિટી છોડી જવાની કાયદા વિભાગના પ્રોફેસરને યુનિવર્સિટીમાંથી નીકળી જવાની ફરજ પાડવામાં આવી છે પણ અમેરિકાના જાણીતા તમામ શિક્ષણશાસ્ત્રીઓ તથા ધારાશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોએ પ્રોફેસરને સમર્થન આપ્યું છે. અમેરિકાની આઈવી લીગ યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા કેથેરીન ફ્રેન્ક જણાવે છે કે મેં કોલમ્બિયા યુનિવર્સિટીમાં ૨૫ વર્ષ સુધી ફરજ બજાવી છે પણ હવે મને આજ યુનિવર્સિટીના કોઈપણ વિભાગમાં શિક્ષણ નહીં આપવા અને મારી તરફ તમામ ફરજમાંથી મુક્ત કરવા માટે યુનિવર્સિટીએ મારી સાથે કરાર કર્યો છે. યુનિવર્સિટી આને ભલે કરાર ગણતી હોય પણ હકીકતે આ કરાર એ મારી હકાલપટ્ટી સમાન છે. કેથેરીન કહે છે કે મારો મત એવો છે કે કોલમ્બિયા યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા ઇઝરાયેલ અને પેલેસ્ટીન વિશે વાજબી અને કાનૂની રીતે ચર્ચા પણ કરી ન શકાય એવું ખૂબ જ ઝેરી અને વિરોધનું વાતાવરણ કેમ્પસમાં ઊભું કરી દીધું છે એટલે હું હવે કોઈપણ રીતે મારી ફરજ બજાવી નહીં શકું કે રિસર્ચ પણ નહીં કરી શકું. ગયા એપ્રિલમાં યુનિવર્સિટીના કેમ્પસમાં ઇઝરાયેલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલા આક્રમણના વિરોધમાં દેખાવો યોજાયા હતા અને આવા જ દેખાવો સમગ્ર અમેરિકામાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયા હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ એવી માગણી કરી હતી કે ઇઝરાયેલ યુદ્ધપરાધો અને નરસંહાર રહ્યો હોવાથી ઇઝરાયેલમાં કરાયેલું રોકાણ યુનિવર્સિટીએ પાછું લઈ લેવું જોઈએ કેમ કે ૪૬૦૦૦ નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી છે અને ગાઝાને કાટમાળ બનાવી દેવાયું છે. જોકે યુનિવર્સિટીએ માંગણીઓ સ્વીકારવાની બદલે વિદ્યાર્થીઓ સામે જ કડકાઈ વાપરી હતી. યુનિવર્સિટીના વલણની શિક્ષણશાસ્ત્રીઓ અને ધારાશાસ્ત્રીઓએ ટીકા કરી છે અને કહ્યું છે કે યુનિવર્સિટીના કેમ્પસમાં વાણી સ્વાતંત્ર અને અભિવ્યક્તિની આઝાદીનું ગળું ઘોંટી દેવામાં આવ્યું છે. સામાજિક કાર્યકરોએ આખરી ટીકા કરી હતી કે અમેરિકાની યુનિવર્સિટીઓ ઇઝરાયેલ તરફી બની રહી છે અને આવા જાહેર સ્થળોને દમન અને પક્ષપાતના સ્થાન બનાવી દેવામાં આવી રહ્યા છે અને એમાં પણ પ્રોફેસર કેથરી હકાલપટ્ટી તો એ ખૂબ અતિ આક્રમક પ્રકારનું પગલું છે.