(એજન્સી) તા.ર૩
પેલેસ્ટીની નેતાઓએ બુધવારે યુએસના નવા વિદેશ સચિવ એન્ટોની બ્લિંકેનની નિંદા કરી હતી. બ્લિંકેનને જેરૂસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે વોશિંગ્ટન દ્વારા આપવામાં આવેલી માન્યતા અને કબજે કરેલા શહેરમાં યુએસ દૂતાવાસ ખસેડવાના પગલાં અંગેની ટિપ્પણી કરી હતી. પેલેસ્ટીનના પૂર્વ પ્રમુખ મુફતી અને અલ-અક્સા મસ્જિદ ખાતેના ઈમામ શેખ ઈકરેમા સાબરીએ કહ્યું હતું કે બ્લિંકેનની ટિપ્પણીથી ઈઝરાયેલને ટેકો આપવાની યુએસની વ્યૂહરચનાની મક્કમતાની પુષ્ટિ થાય છે. તેમણે ધ્યાન દોરતા કહ્યું કે, યુએસ દૂતાવાસનું તેલ-અવિવથી કબજે કરેલા જેરૂસલેમમાં સ્થળાંતર કરવું એ એક જૂનો નિર્ણય છે અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આમ કર્યું હતું. ટ્રમ્પ અને નવા રાષ્ટ્રપતિ વચ્ચે કેટલીક યુક્તિઓ સિવાય વધુ કાંઈ તફાવત નથી. બંનેની વિદેશ નીતિ ઈઝરાયેલ અને આટલોપ્રત્ય સમાન રીતે સ્થાપિત છે. અને આવા ટોચ પરના લોકોને બદલી દેવાથી એવો અર્થ નથી નીકળતો કે વ્યૂહરચનાઓ પણ બદલાઈ જશે. હમાસના પ્રવક્તા હાઝેમ કાસેમે કહ્યું કે, બ્લિંકેનની ટિપ્પ્ણીથી પુષ્ટિ થાય છે કે યુએસ વહીવટી તંત્ર પર પેલેસ્ટીની અધિકારોને સમર્થન આપવા અંગે આધાર રાખવો નિષ્ફળ જ રહેશે. ફતાહના અધિકારીએ આ દરમ્યાન ધ્યાન દોર્યું કે યુએસ દૂતાવાસના સ્થળાંતરનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવાયો હતો અને કોઈ રાષ્ટ્રપતિ તેને રદ કરી શકે નહીં. અબ્દુલ્લાહે કહ્યું બાઈડેને પૂર્વ જેરૂસલેમને કબજા કરેલો પ્રદેશ અને પેલેસ્ટીનના પાટનગર તરીકે માન્યતા આપવી જોઈએ.