Ahmedabad

પોલીસના વિશ્વાસ-સાયબર આશ્વસ્ત પ્રોજેકટનો શાહ આરંભ કરાવશે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૯
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાત્રે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ સલામતી સુરક્ષા માટેના વિશ્વાસ પ્રોજેકટ અને સાયબર આશ્વસ્ત પ્રોજેકટનો આરંભ કરાવશે અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ)ના પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન કરવા ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમિત શાહ સંગઠનને લઈ મુખ્યમંત્રી નિવાસે પ્રદેશના અગ્રણી નેતાઓ તથા સિનિયર મંત્રીઓ સાથે ખાસ બેઠક પણ કરશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાત્રે ૯.૩૦ વાગે અમદાવાદ વિમાની મથકે આવી પહોંચશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમના કાર્યક્રમ અંગે કહ્યું હતું કે, અમિત શાહ ૧૧મીએ બપોરે ૧૨.૩૦ વાગે મુખ્યમંત્રી રૂપાણીના આવાસ ઉપર નિર્મિત બહુઆયામી અને જનસેવાના કાર્યોની ગતિશીલતા માટે અત્યંત ઉપયોગી એવા સીએમ ડેસ બોર્ડની મુલાકાત લેશે. સાથે સાથે અન્ય જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહ ૧૧મીના દિવસે સવારે ૧૦.૩૦ વાગે મહાત્મા મંદિર ગાંધીનગરમાં ગૃહવિભાગ દ્વારા સાયબર ક્રાઈમ પર અંકુશ મૂકવા તથા અન્ય ગુનાઓના ઝડપી ઉકેલ માટે વિવિધ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી છે તેના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા દિવ્યાંગો માટે બ્રેઇનલિપીમાં તૈયાર કરવામાં આવેલા બુકલેટ અને સાહિત્યનું લોકાર્પણ કરશે. ૧૨ વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા રેલવે સ્ટેશન ઉપર લોકોની સુવિધામાં વધારો કરતી વિવિધ સેવાઓનું લોકાર્પણ કરશે. બપોરે ૧૨.૩૦ વાગે પણ તેમના જુદા જુદા કાર્યક્રમો છે. ત્રણ વાગે મહાત્મા મંદિરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી આપશે.
પોલીસના વિવિધ પ્રકલ્પોની શરૂઆત અમિત શાહ ૧૧મીએ કરાવશે. ૩૧૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર વિડિયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી આરંભ કરાવશે. જેમાં (વિશ્વાસ) ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા રહેશે. આ ઉપરાંત સાયબરના મામલામાં સાયબર આસ્વત પ્રોજેક્ટનો આરંભ પણ કરાવશે જે નાગરિકોને સાયબર ફ્રોડ અને ગુનેગારોથી માહિતગાર કરશે. દરમ્યાન અમિત શાહ બપોરે સી.એમ.ના નિવાસે ખાસ બેઠક યોજશે. જેમાં મુખ્યમંત્રી તથા સિનિયર મંત્રીઓ અને પ્રદેશના અગ્રણીઓ સાથે સંગઠન અંગે તથા સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી વગેરે મુદ્દે માર્ગદર્શન આપશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.