Gujarat

પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહીં આવી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
શહેરની સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કુલમાં રીપોર્ટ કાર્ડ વિતરણના દિવસે વાલીઓ દ્વારા થયેલા હોબાળા સંદર્ભે સ્કુલના આઇ.ટી. મેનેજરે સાથે ઝડપાઝપી કરનાર ત્રણ વાલીઓ સામે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શાળા સંચાલકો દ્વારા વાલીઓ શાળાનાં નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ વાલી મંડળ દ્વારા પોલીસ દ્વારા વાલીઓની ફરિયાદ નોંધવામાં નહીં આવતી હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે. આજે વાલીઓએ સમા પોલીસ મથક બહાર એકઠાં થઇ વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે શહેરના સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને રીપોર્ટ કાર્ડ આપવાની કામગીરી ચાલી રહી હતી. વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રીપોર્ટ કાર્ડ લેવા આવ્યાં હતા. ત્યારે ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ રીપોર્ટ કાર્ડ આપવામાં આવી રહ્યાં હોવાના આશ્રેય સાથે કેટલાક વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સાથે જ શાળાના સ્ટાફ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવ સંદર્ભે હોબાળા દરમ્યાન સ્કુલના આઇ.ટી. મેનેજર નિરજ પટેલ સાથે ગેરવર્તણુંક કરી ઝપાઝપી કરનાર કિન્નરી ખરાદી, પૂર્ણિમા પટેલ તથા દર્શના જોગલેકર વિરુદ્ધ નિરજ પટેલે શાળામાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેની સામે અપશબ્દોનો પ્રયોગ કરી ઝપાઝપી કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, શાળામાં હોબાળો મચાવનાર આ ત્રણેય વાલીઓ શાળાનાં વાલીઓજ નથી. તેમજ તેમણે શાળામાં ગેરકાયદેસર ઘુસી આવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ વાલી મંડળ દ્વારા પણ સમા પોલીસ વાલીઓની ફરિયાદ નહીં નોંધી શાળા સંચાલકોની ફરિયાદ લઇ એકતરફી કાર્યવાહી કરતી હોવાનો આશ્રેય કર્યો છે. આજે સવારે વાલીઓએ સમા પોલીસ મથક બહાર એકઠા થઇ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.