Ahmedabad

પ્રજાને પડતી તકલીફો, દિલની વાત તથા સૂચનો સાંભળી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા છ મહાનગરોમાં ‘હેલ્લો કેમ્પેઈન’ ખુલ્લું મૂકાયું

હાલના શાસકો પ્રજાના મનની સાંભળવાને બદલે પોતાના મનની વાત કરે છે : કોંગ્રેસ

અમદાવાદ, તા.૫
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ પ્રજાને પડતી તકલીફો અને દિલની વાત તથા સૂચનો સાંભળવા રાજ્યના છ મહાનગરોમાં ‘હેલ્લો કેમ્પેઈન’ ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. એઆઈસીસીના ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદ રાજીવ સાતવએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી મહાનગરોમાં ભાજપનું શાસન રહ્યું છે. જે પ્રકારે મહાનગરોનો વિકાસ થવો જોઈએ તે દેખાઈ રહ્યો નથી. કોરોનાની મહામારીમાં લોકો પરેશાન હતા, કાલે આપણે જોયું કે લોકરક્ષકદળના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા એની પહેલાં બિનસચિવાલય ભરતીમાં જે યુવાનો સાથે અન્યાય થયો તે આપણે જોયો. છેલ્લા ૪૫ દિવસોથી રાજધાની દિલ્લીમાં ખેડૂતો પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે અને સમગ્ર દેશમાંથી ખેડૂતો આંદોલનમાં પહોંચી રહ્યા છે. ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે ‘હેલ્લો કેમ્પેઈન’ના માધ્યમથી પ્રજાના પ્રશ્નો પૂરી તાકાત સાથે ઊઠાવીશું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં, રાજ્યમાં, કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં પ્રજા અનેક તકલીફો, હાડમારી અને આર્થિક નુકસાન વેઠી રહી છે. ખરેખર તો પ્રજાના પ્રશ્નોની રજૂઆતો અને પ્રજાના મનની વાત સાંભળીને શાસકો યોજનાઓ બનાવે છે અને બજેટો ફાળવવામાં આવે છે. પરંતુ હાલના શાસકો ઉલટું કરી રહ્યા છે, પ્રજાના મનની સાંભળવાને બદલે પોતાના મનની વાત કરી રહ્યા છે. પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓના નિવારણ કરવાને બદલે ખોટી જાહેરાતો કરે છે. ત્યારે કોંગ્રેસપક્ષ પ્રજાના દિલની વાત સાંભળશે. તેઓની સમસ્યાઓને સાંભળી, તેને બુલંદ અવાજે ઊઠાવીશું, સડકથી સંસદ સુધી તે માટે લડીશું તેવો સંકલ્પ કોંગ્રેસપક્ષે લીધો છે. સત્તા પરિવર્તન આવનારા સમયમાં ખૂબ જ નજીક છે એવા સંજોગોમાં આ પ્રજાના પ્રશ્નો, રજૂઆતો, સૂચનોને અમે સાંભળીશું અને અમે આવનારા ચૂંટણીના ઢંઢેરામાં સમાવેશ કરીશું. શાસનમાં આવતાની સાથે પ્રજાને પડતી મુશ્કેલીનો નિવારણ માટે કામ શરૂ કરાશે અને એજ અમારો પ્રથમ એજન્ડા હશે. જે પ્રજાના પ્રશ્નો અને પ્રજાના દિલની વાત સાંભળવા માટે ‘હેલ્લો કેમ્પેઈન’ની શરૂઆત કરીએ છીએ. ‘હેલ્લો કેમ્પેઈન’ના ૯૦૯૯૯-૦૨૨૫૫ નંબર પર ફોન અને વ્હોટ્‌સએપ દ્વારા અમે જનતાની તકલીફો અને સૂચનો મેળવીશું. ઈતિહાસમાં પહેલી વખત ‘હેલ્લો કેમ્પેઈન’ દ્વારા કોઈ રાજકીય પક્ષ બોલવાને બદલે સાંભળવાની શરૂઆત કરશે. ‘હેલ્લો કેમ્પેઈન’થી પ્રોગ્રેસિવ રાજનીતિની શરૂઆત થાય એવો અમારો ધ્યેય છે. આ કેમ્પેઈનના માધ્યમથી ગુજરાતની પ્રજાની હાડમારી અને સમસ્યાઓનો અવાજ બનશે તેને કોંગ્રેસપક્ષ બુલંદ કરશે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘હેલ્લો કેમ્પેઈન’ લોકોને સીધા જ કોંગ્રેસપક્ષ સુધી તેમનો અવાજ પહોંચી શકે તેનું આ સરળ માધ્યમ છે. હવે લોકો બોલશે કોંગ્રેસ તેની સમસ્યાઓને સાંભળી, સમજી અને સમાધાનનું સંકલ્પ પત્ર તૈયાર કરશે. કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષ દ્વારા આજે ‘હેલ્લો કેમ્પેઈન’નું લોચિંગ થઈ રહ્યું છે. ખૂબ લાંબા સમયથી ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે અને લાંબા સમયથી શાસનમાં હોવા છતાં પણ પ્રજાના મુળભૂત પ્રશ્નો છે, જે વિકાસલક્ષી છે એનું નિરાકરણ લાવવામાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ ગયા છે અને પ્રજાની સમસ્યાઓ એમના એમ ઊભી છે. મહાનગરપાલિકાઓમાં સ્થાનિક પ્રશ્નોની ચર્ચા થાય અને સ્થાનિક પ્રશ્નોના નિવારણ માટે કોંગ્રેસપક્ષનો કટિબદ્ધતાથી પ્રયત્ન રહેશે. ‘હેલ્લો કેમ્પેઈન’ને લોકોની રજૂઆત સાંભળવા માટેનું એક માધ્યમ પૂરૂ પાડવાનો પ્રયત્ન છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.