Gujarat

પ્રભાસ પાટણથી ર૧,૬૦,૦૦૦ની નકલી ચલણી નોટો સાથે બે ઝડપાયા

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા શખ્સો ઉપર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે ગત તા. ૯/૬/૧૯ના રોજ એસઓજીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.આર. સોનારા તથા સ્ટાફ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે સોમનાથ શોપિંગ સેન્ટર પથિક આશ્રમ પાસેથી આરોપી પિયુષ પ્રદીપભાઈ કુબાવત (રહે. હરમડિયા)ની પાસેથી ભારતીય બનાવટની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ-પ૮ કુલ રૂા.૧,૧૬,૦૦૦/- મળી આવેલ જે એ.એસ.એલ. તથા બેંક અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં બનાવટી હોવાનું નક્કી થતા અને આ જાલી નોટો તેઓ પિયુષ પ્રદીપ કુબાવત, ચેતન યશવંતરાય જાની, સંજય નટુભાઈ રાઠોડ તથા યોગેશભાઈ વૈદ્ય વગેરેએ મળી કલર પ્રિન્ટથી ઝેરોક્ષ કરી બીજા લોકોને છેતરવા માટે બનાવી હતી. તેમાંથી આરોપી પિયુષ કુબાવતે સોમનાથ આવી ખરીદી કરવા જતાં નોટો ચાલેલ નહીં જેથી પરત લઈ લીધેલ તેઓ પકડાઈ જતા પોલીસ હેડ કોન્સ્ટેબલ નરવણસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ તપાસ દરમ્યાન આરોપીના ઘરેથી જાલીનોટો બનાવાવાની સાધન સામગ્રી તથા સહ આરોપી ચેતન યશવંતરાય જાનીના ઘરેથી ભારતીય બનાવટની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ-૧૦રર મળી કુલ નોટો નંગ-૧૦૮૦ જેના કુલ રૂા.ર૧,૬૦,૦૦૦ની મળી આવેલ હતી. આ કામે પિયુષ કુબાવત તથા સંજય નટુ રાઠોડ પકડાઈ ગયેલ હોય જેના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવી આ કામે અન્ય આરોપીઓ ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ કામની વધુ તપાસ એસઓજી ગીર સોમનાથના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર. સોનારા ચલાવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.