National

પ્રિયંકા ગાંધી ‘ઘર ખાલી કરવાની નોટિસ’નો ઉપયોગ કરી યુપીની ચૂંટણી પહેલા લખનૌમાં બેઝ બનાવવા ત્યાં રહેવા જઈ શકે છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
શું પ્રિયંકા ગાંધી પોતાને કેન્દ્ર સરકાર દ્વારા બંગલો ખાલી કરવા મળેલ નોટીસને પોતાના લાભમાં પરિવર્તિત કરી શકશે? કોંગ્રેસ નેતાઓના ઘણા બધા નેતાઓ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પૂનનિર્માણ બાબત ઘન જ આશાસ્પદ છે અને એમને વિશ્વાસ છે કે, પ્રિયંકા જે હાલ સેક્રેટરી પણ છે એ જો દિલ્હી માંથી શિફ્ટ થઇ લખનૌ રહવા જાય તો કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં ઘણું જ લાભ થાય. કોંગ્રેસના સૂત્રો જન્વે છે કે, કેન્દ્ર દ્વારા બંગલો ખાલી કરવા મળેલ નોટીસને પ્રિયંકા મોટો મુદ્દો બનાવવા નથી માંગતી. સૂત્રોએ જણવ્યું છે કે, કદાચિત પ્રિયંકા એક મહિના માં લખનૌ શિફ્ટ થાય. લખનૌમાં સ્થી ગોખલે માર્ગ પર આવેલ શીલા કૌલના બંગલામાં એ જઈ શકે છે. શીલા કૌલ આ પહેલા કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂકી છે.
કેન્દ્ર સરકારે બુધવારે પ્રિયંકાને નોટિસ મોકલી લોધી સ્ટેટનો ૩૫ નંબરનો બંગલો ખાલી કરવા જણાવ્યું હતું જેમાં જણાવાયું હતું કે, જેમ કે એમને અપાયેલ એસ.પી.જી સુરક્ષા પછી ખેંચવામાં આવી છે એ માટે ૧લી ઓગસ્ટ સુધી બંગલો ખાલી કરવો પડશે.
કોંગ્રેસે સરકારના આ પગલાની ખૂબ જ ટીકા કરી છે. એમના માટે સરકારનું પગલું કોંગ્રેસ અને પ્રિયંકાને ધમકી આપવા જેવું છે. સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસ બંગલાના મુદ્દે સરકાર ઉપર હુમલાઓ ચાલુ રાખશે પણ વધુ આક્રમક થશે નહિ. પ્રિયંકાની ઈચ્છા નથી કે, આ મુદ્દાને વધુ ચગાવવામાં આવે અન્યથા અન્ય મુદ્દાઓ જેમ કે, મહામારી, ચીન સાથેની તંગદિલી, લોકડાઉનમાં સરકારની નિષ્ફળતા વગેરે બાબત જેઓ લડત આપી રહ્યા છે એ બાજુમાં રહી જશે. કોંગ્રેસ નેતાએ જણવ્યું કે, જો કોંગ્રેસ બંગલા મુદ્દે વધુ હોબાળો કરશે તો ભાજપને નહેરૂ-ગાંધી પરિવારરને લાભ લેવાના મુદ્દે એમની ઉપર હુમલો કરવાની એજ વધુ તક મળશે. સૂત્રોએ જણાવ્યું કે, પક્ષ આ મુદ્દે ભાજપની આલોચના કરતી વેળાએ ચીન ભારતની કટોકટીને ધ્યાનમાં રાખી કહેશે કે, “કેન્દ્ર સરકાર ભારતીય ભૂમિ ચીનના દળોથી ખાલી કરાવી શકતી નથી પણ એનાથી વધુ ભાજપને પ્રિયંકા પાસેથી બંગલો ખાલી કરાવવામાં વધુ રસ છે.” પ્રિયંકા ગાંધી પોતાનું સમગ્ર ધ્યાન દેશના અન્ય મુદ્દો તરફ કેન્દ્રિત કરવા માંગે છે. એ માટે બંગલાના મુદ્દા ઉપર વધુ ભાર આપતી નથી. એ દેશ સાથે ઉત્તર પ્રદેશના મુદ્દાઓ બાબત પણ વધુ ધ્યાન આપી રહી છે.

સરકાર દ્વારા ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ લોધી એસ્ટેટ બંગલા પરના બાકી લેણાં ચૂકવી આપ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને ૩૫, લોધી એસ્ટેટનો બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા પછી એમણે બંગલાના બાકી રહેતા બધા લેણાઓ ચૂકવી દીધા છે. સરકાર વિભાગે આ અંગેની પુષ્ટિ કરી છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ બંગલાના ૩૦/૬/૨૦૨૦ સુધી બાકી નીકળતા નાણાં ઓનલાઈન જમા કરાવ્યા છે. હવે એમની પાસે આ મિલકત સંદર્ભે કોઈ બાકી લેણાં નથી. બુધવારે સરકારે ગાંધીને લોધી એસ્ટેટનો બંગલો ખાલી કરવા નોટિસ મોકલી હતી જ્યાં એ છેલ્લા ૨૩ વર્ષોથી રહે છે. કેન્દ્ર સરકારે એમને ફાળવાયેલ રહેઠાણ રદ્દ કર્યું હતું અને બંગલો ખાલી કરવા જણાવ્યું હતું. સરકારના રેકર્ડ મુજબ ગાંધીને ૩૦મી જૂન સુધી ૩,૪૬,૬૭૭ રૂપિયા બાકી ચૂકવવાના હતા. એમને બાકી રકમ ચૂકવવા અને બંગલો ખાલી કરવા માટે નોટિસ અપાઈ હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને સી.આર.પી.એફ.ની ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવેલ છે. આ સુરક્ષા હેઠળ કોઈ પણ વ્યક્તિને સરકારી આવાસ પૂરો પડવાની જોગવાઈ નથી. એમને આ બંગલો ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૭માં એસ.પી.જી. સુરક્ષાના આધારે ફાળવાયો હતો.

પ્રિયંકાને ‘એવિકશન નોટિસ’ પછી, અડવાણી, જોશીને ફાળવાયેલ લુટિયન બંગલો સામે પ્રશ્ન ચિન્હ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
સરકારે પ્રિયંકા ગાંધીની એસ.પી.જી. સુરક્ષા પછી ખેંચાયા હોવાના લીધે બંગલો ખાલી કરવા નોટિસ આપી છે જો આ જ માપદંડ હોય તો ભાજપના વરિષ્ઠ નેતાઓને ફાળવાયેલ બંગલાઓ પણ ખાલી કરવા નોટિસ આપવી જોઈએ. નોંધનીય રીતે સરકાર વરિષ્ઠ નેતાઓ એલ.કે. અડવાની અને મુરલી મનોહર જોશીને પણ લુટિયન વિસ્તારમાં બંગલાઓ ફાળવેલ છે. જો કે, એમને પણ એસ.પી.જી.ની સુરક્ષા ઉપલબ્ધ નથી. એમની પાસે કોઈ સરકારી હોદ્દો અને સંસદનું સભ્યપદ પણ નથી. જેથી સરકારની સુરક્ષાની દલીલ સમજાય એવી નથી. મોદી સરકારે મેં ૨૦૧૫માં સંસદમાં જણાવ્યું હતું કે, ત્રણ ખાનગી વ્યક્તિઓ પ્રિયંકા ગાંધી, કે.પી.એસ. ગીલ અને એમ.એસ. બિટ્ટાને સરકારી આવાસો ફાળવવામાં આવ્યા છે. કારણ કે, એમને એસ.પી.જી. સુરક્ષા આપવામાં આવેલ છે. ડીસેમ્બર ૨૦૧૫માં સુબ્રમ્નીયન સ્વામીને પણ લુટિયન વિસ્તારમાં ફક્ત સુરક્ષાના કારણે બંગલો ફાળવાયો હતો જો કે, તે સમયે તેઓ સાંસદ પણ ન હતા. કેન્દ્ર સરકારે ૨૦૧૯માં સરકારી આવાસ ફાળવવા માટે નિયમોમાં ફેરફાર કર્યું હતું. જો કે, એમણે અડવાની અને જોશી માટે નિયમોમાં છૂટછાટ મૂકી હતી અને એમને પૃથ્વીરાજ રોડ અને રાયસીના રોડ ઉપર બંગલો ફાળવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.