
(એજન્સી)
ફિરોઝાબાદ, તા.૨૪
ફિરોઝાબાદમાં અનુસૂચિત જાતિના ઘરોને બુલડોઝથી ખંડિત કરનારા અધિકારીઓ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. જેની ચર્ચાઓ થઈ રહી છે. ફિરોઝાબાદ જિલ્લાના નગર પંચાયત માખનપુર વિસ્તારના નાગલા તુર્કિયાના અનુસૂચિત જાતિના રહેવાસી અશોક કુમારે આરોપ લગાવ્યો હતો કે નગર પંચાયત પ્રમુખના પ્રતિનિધિ દિલીપ કુમાર અને કારોબારી અધિકારી ફતેહ બહાદુરના કહેવા પર રસ્તા પહોળા કરવાનું કામ મનસ્વી રીતે થઈ રહ્યું છે. ત્યાં વિરોધ કરવા પર, ૦૩ માર્ચે, EO નગર પંચાયત માખનપુર સાથે સ્થાનિક પોલીસ અને નયાબ તહસીલદારે મનસ્વી રીતે તેમનું ઘર તોડવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓએ વિરોધ કર્યો તો ફરિયાદી અને તેના પરિવારને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યા હતા. તેમની સામે જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી. SC/ST કોર્ટે હ્લૈંઇ નોંધવા માટે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને આદેશ આપ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા અશોક કુમારની ફરિયાદને સાંભળવામાં ન આવતાં તેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેસની સુનાવણી કરતી વખતે, SC/ST કોર્ટના તત્કાલિન વિશેષ ન્યાયાધીશ, ઇફ્રાક અહેમદે, હ્લૈંઇ નોંધવા માટે પોલીસ સ્ટેશનના વડાને આદેશ આપ્યો અને ઘણા દિવસો પછી, પોલીસ સ્ટેશનમાંEO નોંધવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીએ પોતાની પીડા વ્યક્ત કરી કોર્ટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઘટના અંગે ર્ઈં ફતેહ બહાદુર પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા, તેમણે કંઈપણ જણવવાની ના પાડી હતી. હવે જોવાનું એ રહે છે કે ચર્ચા દરમિયાન શું કાર્યવાહી થાય છે.