Gujarat

ફ્લાય ઓવરબ્રિજ મુદ્દે નિર્ણય નહીં લેવાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

ડીસા, તા.૨૨
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક અને મેડિકલ હબ ગણાતા ડીસા શહેરના મધ્યમાંથી પાલનપુર-કંડલા નેશનલ હાઈવે પસાર થાય છે. એક તરફ ડીસા શહેરનો વાહન વ્યવહાર તેમજ હાઈવે પરથી પસાર થતાં વાહનોના કારણે દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધુને વધુ જટીલ બની રહી છે. જો કે હાઈવે પરની ટ્રાફિક સમસ્યાને નિવારવા વર્ષોથી શહેરીજનો ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે. પરંતુ કોઈને કોઈ કારણોસર આ મુદ્દે આજદિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ટ્રાફિકની શિરદર્દ સમસ્યા અને અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈ શહેરના નાગરિકો ખૂબ જ પરેશાન થવાની સાથે હાઈવે ઉપરથી પસાર થવામાં ભય અનુભવે છે. વારંવાર આ બાબતે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શહેરના નાગરિકો દ્વારા ગઈકાલે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડીસા શહેર ફ્લાય ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો, એસોસિએશનો તથા અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને હાઈવે ઉપર પિલ્લર સાથેનો ફ્લાય ઓવરબ્રિજ બનાવવા સર્વ સમંતિ સધાઈ હતી. જેમાં “ફ્લાય ઓવરબ્રિજ નહી તો મત નહી” સૂત્ર સાથે જો ઓવરબ્રિજ મુદ્દે સત્વરે યોગ્ય નિર્ણય નહી લેવાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં શુક્રવારે સવારે દસ કલાકે સમગ્ર શહેરીજનો દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે એકઠા થઈ મૌનરેલી સ્વરૂપે એસ.ડી.એમ. કચેરી ખાતે જઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા નિર્ણય કરાયો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.