Gujarat

બંધ ટ્રેક્ટર પાછળ ત્રિપલ સવાર બાઈક ઘૂસી જતાં બેનાં મોત

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૨
સાવરકુંડલાના ઓળિયા ગામે રસ્તામાં બંધ હાલતમાં પડેલ ટ્રેકટરની ટ્રોલી પાછળ ત્રિપલ સવાર બાઈકચાલકે ટ્રોલી સાથે ભટકાવી દેતા ૨ લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામે રહેતા અશોકભાઈ માવજીભાઈ ભીનેયા (ઉ.વ.૪૨)નો કેરાળા ગામેથી મંડપ સમીયાણુ ફિટ કરી પરત પોતાનું બાઈક લઇ પાછળ અશોક બચુભાઈ સાંકળિયા (ઉ.વ.૩૫) તેમજ કાળુભાઇ ખોડાભાઈ કુંભાર (ઉ.વ.૮૫)ના બેસાડી ઓળિયા તરફ આવી રહ્યા હતા અને કરજાળા જવાના રસ્તે પહોંચતા ત્યાં રસ્તામાં પંચર પડેલ બંધ ટ્રેક્ટર પાછળ અશોકભાઈએ બાઈક પરનું કાબૂ ગુમાવી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ભટકાવી દેતા બાઇકમાં બેસેલ ત્રણેયને ગંભીર ઇજા થયેલ જેમાં અશોકભાઈ માવજીભાઈ ભીનેયા (ઉ.વ.૪૨)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અશોકભાઈ બચુભાઈ સાંકળીયા તથા કાળુભાઇ ખોડાભાઈને ગંભીર ઇજા થતાં અમરેલી સારવારમાં ખસડેલ હતા જ્યાં મોડીરાત્રીના અશોકભાઈ બચુભાઈ સાંકળિયાનું પણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.