બાવળા, તા.ર૮
સ્પેશ્યલ સ્કોડના પોસઈ જે.ડી. દેવડા તથા સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન બાતમી મળેલ કે બગોદરા હાઈવે રોડ ઉપરથી એક સફેદ કલરની મહિન્દ્રા ગાડીનો ચાલક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે. જે આધારે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી બગોદરા ટોલનાકા પાસે પકડી પાડેલ. જેમાંથી વિદેશીદારૂની બોટલો તથા બીયર ટીન નંગ-ર૮૯ તથા ગાડી મળી કુલ કિ.રૂા.૭,૪૭,૧૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ કબજે કરી ચાલક ઉપેન્દ્ર ઈશ્વરભાઈ પ્રજાપતિ (રહે. અનમોલ એપાર્ટમેન્ટ, નિકોલ, અમદાવાદના વિરૂદ્ધ બગોદરા પો.સ્ટે.માં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.