Ahmedabad

બદલો લેવા પત્ની સાથેના અંગત પળોનો વીડિયો પતિએ જ વાયરલ કર્યો

અમદાવાદ,તા.૧૮
પતિએ સગીર પત્ની સાથેની અંગત પળોનો વીડિયો બદલો લેવાના આશયે વાયરલ કરી દીધો હતો. આ વીડિયો પતિના મિત્ર પાસે આવતા તેણે મિત્રને પત્નીએ આ વીડિયો મોકલી શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જેને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે સમગ્ર મામલે પતિ અને તેના મિત્રને ઝડપી પાડયા છે.
બનાવની વિગત એવી છે કે આકાશ પરમાર નામના આરોપીએ તેને પત્ની સાથે બદલો લેવા પોતાના અંગત પળના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.આકાશ અને ભોગ બનનાર સગીરાના લગ્ન થોડાક સમય પહેલાં રીતિ-રિવાજ થી થયા હતા આરોપી ભાવનગર નો રહેવાસી છે ત્યારે ભોગ બનનાર સગીરા અમદાવાદની રહેવાસી છે.સગાઈ અને લગ્ન સમયે આકાશે પત્ની સાથેની અંગતપળનો વીડિયો બનાવ્યો હતો,પરંતુ બન્ને પતિ-પત્ની વચ્ચે મનમેળ નહિ થતા પત્ની પિતાના ઘરે જતી રહી હતી. પત્નીને સબક શીખવાડવા અને બદલો લેવા માટે આકાશે પોતાની પાસે રહેલા અંગત વીડિયો વાયરલ કરી દીધા હતા,અને આ વીડિયો આકાશના મિત્ર પાસે આવતા તેની ભોગ બનનારને વીડિયો મોકલી આપ્યો હતો અને તેની પાસેથી બિભત્સ માંગણી કરી હતી. આ મામલે સગીરા ના પરિવારે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવતા પોલીસે આકાશ પરમાર અને તેના મિત્ર ઘનશ્યામ મકવાણા ની ધરપકડ કરી છે. આકાશ અને ઘનશ્યામ બન્ને મિત્ર છે. આકાશએ આ વીડિયો ઘનશ્યામને આપ્યો હોવાનું ખુલ્યું, અને બંનેએ ઇન્સ્ટાગ્રામમાં પણ વીડિયો વાયરલ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે આ વીડિયો કેવી રીતે વાયરલ થયા તે મુદ્દે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે. આરોપી ઘનશ્યામ મકવાણાએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે અને શાકભાજીની લારી કાઢીને છૂટક મજૂરી કરે છે, જયારે આકાશ પરમાર ધોરણ-૮ સુધીનો અભ્યાસ કરેલો છે, અને ટેટુ બનાવવાનુ કામ કરે છે, આ મામલે સાયબર ક્રાઈમ ના પી.આઈ વી.બી.બારડનું કહેવું છે કે હાલ પોસ્કો અને અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને બન્નેની ધરપકડ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.