પાલનપુર, તા.૧૪
બનાસકાંઠા જિલ્લામાં સ્વાઇન ફ્લુથી વર્ષ ૨૦૧૮માં ૯ અને ૨૦૧૯ના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ૧૯ સહિત કુલ ૨૮નાં મોત થયા છે. નિષ્ણાત તબીબોની પેનલ પાસે આરોગ્ય વિભાગે કરાવેલા ઓડિટમાં મોટાભાગના દર્દીઓનું મોત બીપી, કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગની તકલીફોના લીધે થયા હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્વાઇનફ્લૂએ આરોગ્ય વિભાગ માટે સરદર્દ સમાન સાબિત થયો છે. જિલ્લામાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ૨૮ દર્દીઓનાં મોત થતા મૃતકોના હિસ્ટ્રી ડેટા આરોગ્ય વિભાગ દ્વારા ખંગાગાળવામાં વામાં આવ્યા હતા. જેમાં જે વિગતો સામે આવી તેમાં કેટલાક દર્દીઓ અસાધ્ય રોગથી પીડાતા હોવાનું સામે આવ્યું હતું. ૨૦૧૮ દરમિયાન થયેલા ૯ મૃત્યુમાં હાઈ બીપી, કેન્સર ડાયાબિટીસ અને દમની બિમારીના એક-એક દર્દીઓ હતા. જ્યારે ૨૦૧૯માં ત્રણ મહિનાના ટૂંકાગાળામાં ૧૯ જણા મોતને ભેટી ગયા હતા. જેમાં ૩ હાર્ટ એટેક ૧ને શ્વાસની જૂની બીમારી અને ૧ને ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું છે. આરોગ્યમાં નોંધાયેલા શંકાસ્પદ કેસ ૪૫માંથી ૧૦ પુરૂષ મોતને ભેટ્યા હતા જ્યારે નોંધાયેલા ૬૦ કેસમાંથી ૯ સ્ત્રી મોતને ભેટી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારના ૯૦ કેસ પૈકી ૧૬નાં મોત નિપજ્યા હતા અને શહેરી વિસ્તારના ૧૫ કેસ પૈકી ત્રણનાં મોત નિપજ્યા હતા. આરોગ્ય વિભાગે આપેલી વિગતો અનુસાર ૧૪થી ૪૦ વરસના ૩૪ કેસોમાં પાંચના મોત નીપજ્યા હતા જ્યારે ૪૧થી ૬૦ વર્ષની વયમર્યાદાના ૫૦ કેસો નોંધાયા હતા જેમાંથી ૧૧નાં મોત થયા હતા જ્યારે ૬૦ વર્ષથી ઉપરના ૧૫ કેસો નોંધાયા હતા જેમાં ૩નાં મોત નિપજ્યા હતા.
મહિનો કેસ મોત
જાન્યુઆરી ૨૨ ૫
ફેબ્રુઆરી ૫૩ ૮
માર્ચ ૩૦ ૬
મોતના કારણો
ડાયાબિટીસ-૨
કેન્સર-૧
હાઈબીપી-૧
શ્વાસ-દમ-૨
હૃદયરોગનો હુમલો-૩
સ્વાઈનફ્લૂ-૧૯