Crime Diary

બહરાઇચમાં હજુ પણ તંગદિલી : પ્રદર્શનકારીઓએબાઇકના શોરૂમમાં આગ લગાવી

૧૩ ઓક્ટોબરના રોજ દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન ૨૨ વર્ષીય વ્યક્તિના મૃત્યુ અંગે જિલ્લામાં તણાવ વચ્ચેહિંસાગ્રસ્ત બહરાઇચમાં વિરોધીઓએ બાઇકના શોરૂમને આગ લગાડી હતી, બાઇક અને કારને નુકસાન પહોંચાડ્યું હતું

(એજન્સી) તા.ર૦
ઉત્તરપ્રદેશના બહરાઇચમાં ગયા અઠવાડિયે દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન એક ૨૨ વર્ષીય વ્યક્તિના મૃત્યુનો વિરોધ કરી રહેલા લોકોએ બાઇકના શોરૂમમાં આગ લગાવી દીધી હતી, જેના પરિણામે લાખોનું નુકસાન થયું હતું. આ ઘટના શનિવારે બની હતી જ્યારે દુકાનના માલિક અનૂપ શુક્લા હરિયાણાના ગુરૂગ્રામની એક પ્રખ્યાત હોસ્પિટલમાં હૃદયની તપાસ માટે ગયા હતા. શુક્લાને હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ ઘટનાની જાણ થઈ હતી. તેમણે કહ્યું કે મહારાજગંજ વિસ્તારમાં શોરૂમમાં ૩૮ વાહનો, મોટાભાગની બાઇકોને આગ લગાડવામાં આવી હતી અને ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઈમારત મોહમ્મદ સઈદની હતી, તેમણે કહ્યું કે, મેં તે ભાડે લીધી હતી. તોફાનીઓએ મારા શોરૂમને પણ છોડ્યો ન હતો. તેઓએ શોરૂમમાં રહેલી ૩૪ બાઈક અને ચાર કારને સળગાવી દીધી હતી. તેમાં ૪ લાખ રૂપિયા રોકડ પણ હતા. આગમાં મને ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. શુક્લાએ જણાવ્યું હતું કે તેમના શોરૂમને થયેલા નુકસાન માટે તેમને તેમના વીમાના નાણાં ક્યારે મળશે તેની તેઓને ખાતરી નથી. વીમા કંપની માત્ર રૂા. ૩૫ લાખ આપશે. મને ખબર નથી કે મને તે ક્યારે મળશે. મેં ઘણું સહન કર્યું છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા ગેરકાયદેસર બાંધકામને કારણે મિલકતો ખાલી કરવા માટે આપવામાં આવેલી નોટિસને પગલે દુકાનદારોએ તેમની દુકાનો તોડી પાડવાની પૃષ્ઠભૂમિ સામે આ ઘટના બની છે. ઁઉડ્ઢ એ ૨૩ સંસ્થાઓને નોટિસ પાઠવી હતી, જેમાંથી ૨૦ મુસ્લિમ દુકાનદારોની છે. આ કાર્યવાહી ૧૩ ઓક્ટોબરના રોજ બહરાઈચમાં મહારાજગંજ વિસ્તારમાં કોમી ભડક્યા બાદ કરવામાં આવી હતી, જે દરમિયાન ૨૨ વર્ષીય વ્યક્તિ, રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં તણાવ ફેલાયો હતો. દુર્ગા મૂર્તિ વિસર્જન સરઘસ દરમિયાન મહારાજગંજમાં પૂજા સ્થળની બહાર મોટેથી સંગીત વગાડવામાં આવતા વિવાદ થયા બાદ ગોળી વાગવાથી મિશ્રાનું મૃત્યુ થયું હતું. ચાર દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. બહરાઇચ હિંસા મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં ૮૭ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં લગભગ એક ડઝન એફઆઈઆર નોંધવામાં આવી છે અને સેંકડો અજાણ્યા તોફાનીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે. છ વ્યક્તિઓ સહિત લગભગ ૧,૦૦૦ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. ૧૭ ઓક્ટોબરના રોજ, હિંસા દરમિયાન મિશ્રાની હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓ નેપાળ ભાગી રહ્યા હતા ત્યારે એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા.

Related posts
Crime Diary

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬ઉત્તરપ્રદેશમાં એક મહિલા…
Read more
Crime Diary

UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫ગુરૂવારે મુરાદાબાદમાં એક…
Read more
Crime Diary

“રાજધર્મ નિભાવો”; સંંભલ અને અજમેરનામુદ્દાઓ પર કેન્દ્રને સલાહ આપતા TMCના મંત્રી

રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.