(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
જો બાઈડેનના નેતૃત્વમાં બનેલી અમેરિકાની સરકારમાં વિવિધ પદો પર લગભગ ૧૨ મુસ્લિમ અમેરિકનોની નિમણૂક કરવામાં આવી છે. નવી સરકારમાં ઘણાં મુસ્લિમ ચ્હેરા હોવાના કારણે એ વાતનું અનુમાન લગાવી શકાય છે કે, આ સરકારની આગામી ચાર વર્ષોમાં કામ કરવાની પધ્ધતિ કેવા પ્રકારની હશે. સમાજના વિવિધ સમુદાય અને વર્ગોના લોકોને સામેલ કરી નવી સરકારની રચના કરવા બદલ વિવિધ સંગઠનો અને વ્યક્તિગત રીતે લોકોએ બાઈડેનના વખાણ કર્યા હતા. એટલું જ નહીં ભારતના કટ્ટરવાદી ગણાતાં સંગઠન રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે સંબંધ હોવાના કારણે બાઈડેને બે ડેમોક્રેટ્સ સોનલ શાહ અને અમિત જૈનની કરેલી બાદબાકીના પણ વખાણ કરવામાં આવ્યા હતા. બાઈડેને પોતાની ટીમમાં સામેલ કરેલા મુસ્લિમ ચ્હેરાઓની યાદી નીચે મુજબ છે.
૧. આયેશા શાહ : વ્હાઈટ હાઉસની ડિજિટિલ સ્ટ્રેટજી ખાતે પાર્ટનરશિપ મેનેજર
૨. સમીરા ફાઝીલી : યુએસ નેશનલ ઈકોનોમીક કાઉન્સિલ ખાતે ડેપ્યૂટી ડાયરેકટર
૩. ઉઝરા ઝેયા : નાગરિક સુરક્ષા, લોકશાહી, માનવ અધિકારો માટેના વિભાગમાં અન્ડર સેક્રેટરી
૪. અલી ઝૈદી : નાયબ રાષ્ટ્રીય પર્યાવરણ સલાહકાર
૫. ઝાયન સિદ્દીકી : વ્હાઈટ હાઉસ ખાતે ડેપ્યૂટી ચીફ ઓફ સ્ટાફ
૬. રીમા દોદીન : સંસદીય બાબતોના નાયબ ડિરેકટર
૭. માહેર બિતર : વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય સલામતી પરિષદ ખાતે વરિષ્ઠ ડિરેકટર
૮. સુમૈયા અલી : ડેપ્યૂટી એસોસિએટ કાઉન્સિલ
૯. સલમાન અહેમદ : વિદેશ વિભાગમાં નીતિ આયોજક ડિરેકટર
૧૦. ફારૂક મિઠા : ડેપ્યૂટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડિફેન્સ
૧૧. દાના શાનત : વ્હાઈટ હાઉસ સિનિયર લેજિસ્લેટિવ અફેર્સ એડવાઈઝર
૧૨. સાયેમા મોહસીન : યુએસ એટોર્ની ફોર ઈસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ એટોર્ની
સમીરા ફાઝીલી કાશ્મીરમાં જન્મેલા ડોકટર દંપતિ મુહમ્મદ યુસુફ ફાઝીલી અને રફીકા ફાઝીલીની પુત્રી છે. કાશ્મરીમાં જન્મેલી મહિલા આયેશા શાહને પણ વ્હાઈટ હાઉસમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જે ભારત અને કાશ્મીર માટે ગૌરવની વાત છે.