International

બાઈડેને વ્હાઈટ હાઉસના કર્મચારી તરીકે પ્રથમ પેલેસ્ટીની-અમેરિકનની નિમણૂક કરી

 

(એજન્સી) તા.૨૬
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બાઈડેને લાંબા સમયથી કાર્યરત પેલેસ્ટીની-અમેરિકન કેપિટલ હિલ સહાયકને વ્હાઈટ હાઉસ કચેરીની કાયદાકીય બાબતોના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે. યુ.એસ.માં જોર્ડનિયન પેલેસ્ટીની દેશાંતરવાસીને ત્યાં જન્મેલા, રીમા ડોડિન્હરનું પરિવાર મૂળ કબજે કરેલા હેબ્રોન નજીક આવેલા દૂરાનો છે. વફા ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો કે વ્હાઈટ હાઉસના કર્મચારી તરીકે સેવા આપનારી તે પ્રથમ પેલેસ્ટીની-અમેરિકન હશે. બાઈડેને એક નિવેદનમાં જણાવ્યું કે અમેરિકાની જનતા ઉત્સુક છે કે અમારૂં વહીવટી તંત્ર કામ પર લાગી જાય અને આજની નિમણૂકો અમારી કાર્યસૂચિને આગળ ધપાવવામાં મદદ કરશે અને સુનિશ્ચિત કરશે કે દરેક અમેરિકનને યોગ્ય સેવા મળી રહે. બાઈડેનના વહીવટમાં, અમારી પાસે હિલ તરફનો દરવાજો ખુલ્લો હશે અને આ ટીમ ખાતરી કરશે કે તેમના મંતવ્યોને હંમેશા વ્હાઈટ હાઉસમાં રજૂ કરવામાં આવે. ડોડિન્હર બર્કેલી ખાતેની યુનિ. ઓફ કેલિફોર્નિયા અને અર્બના શેમ્પેઈન ખાતેની યુનિ. ઓફ ઈલિનોઈસના સ્નાતક છે અને ઈલિનોઈસ સેનેટર, સહાયક લઘુમતી નેતા, ડિક ડરબીનના સ્ટાફના ઉપપ્રમુખ અને ફ્લોર ડિરેક્ટર તરીકે સેવા આપે છે. ડર્બિને કહ્યું કે રીમાએ ૧૪ વર્ષ પહેલા મારી ઓફિસમાં લો-સ્કૂલ ઈન્ટર્ન તરીકે શરૂઆત કરી હતી અને પ્રગતિ કરીને ત્યારબાદ તે હિલના સૌથી વધુ આદરણીય કર્મચારી બની ગયા. તેઓ ટ્રુમેન નેશનલ સિક્યુરિટી ફેલો, નવી નેતા પરિષદ ફેલો, વિદેશ સંબંધોની પરિષદના ભૂતપૂર્વ ટર્મ સભ્ય અને મહિલા નેતાઓને રાજકારણમાં સમર્થન આપતા મહિલાઓના કન્સોર્ટિયમ, જેનકીન્સ હિલ સોસાયટીના સભ્ય પણ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.