International

બાઈડેન-હેરીસ દિલ્હી માટે સાતત્ય જાળવશે, પરંતુ કેટલાક પડકારો પણ ઊભા કરશે

 

(એજન્સી) તા.૯
પરંપરાગત શાણપણ એવું છે કે ભારત માટે રીપબ્લિકન્સ સારા છે અને ડેમોક્રેટ્‌સ સમસ્યારુપ છે. રીપબ્લિકન્સ રાષ્ટ્રવાદી છે જ્યારે ડેમોક્રેટ્‌સ એવા ઉદારવાદી છે કે જેમને માનવ અધિકાર જેવા મામલે ચિંતા હોય છે. આ એક લોકકથા છે. વાસ્તવમાં જ્હોન કેનેડીથી લઇને બરાક ઓબામા સુધીના ડેમોક્રેટ્‌સ ભારત માટે એટલા જ સારા રહ્યાં છે જેટલા ડ્‌વાઇટ આઇઝન હોવરથી ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના રીપબ્લિકનો ભારત માટે સારા રહ્યાં છે. તેનુું કારણ એ છે કે તમામ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખોએ પોતાના રાષ્ટ્ર હિતના ખ્યાલને અનુસર્યા છે. રિચાર્ડ નિકસન જેવા પ્રમુખ હતાં કે જેમણે પોતાના અભિગમને પોતાના અંગત મંતવ્યથી પ્રભાવિત થવા દીધો હતો અથવા ટ્રમ્પ જેવા પ્રમુખ હતાં કે જેમણે નરેન્દ્ર મોદી સાથે રેલી કરીને વધુ પડતું મોટું ચિત્ર રજૂ કર્યુ હતું. બાઈડેનની નીતિ ક્યા વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં ભારત પ્રત્યે જોવા મળશે તે માટે આપણે ભારત-અમેરિકાના સંબંધોને ચીનના સંદર્ભમાં મૂલવવા પડશે. ઇન્ડો પેસિફીકમાં ચીનનો મુકાબલો કરવા માટે અમેરિકા ભારત પર આધારીત નથી. પ.પેસિફિકનો મામલો હોય કે હિંદ મહાસાગરનો, અમેરિકનો સૌથી મોટી લશ્કીર સત્તા છે અને આગામી બે દાયકા સુધી હજુ રહેશે. આમ ભારતની અત્રે પ્રતિકાત્મક ભૂમિકા છે. અમેરિકાના દ્રષ્ટિકોણથી ભારત વૈશ્વિક જોડાણ સિસ્ટમના ભાગરુપે રહે તે અમેરિકાનો દુરોગામી પ્રોજેક્ટ છે. અહીં પણ યુદ્ધનો મામલો નથી, પરંતુ સ્થિરતા અને પ્રતિરોધનો મામલો છે કે જે અમેરિકાને તેની વૈશ્વિક પ્રાથમિકતા જાળવાવ માટે જરુરી છે. આર્થિક દ્રષ્ટિએ જોઇએ તો ભારતને સ્પષ્ટપણે અમેરિકાની જરુર છે. ભારતનું અર્થતંત્ર સંકટમાં છે અને લશ્કરી આધુનિકરણ સાથે ડેડએન્ડ પર પહાેંચી ગયો છે. આ ઉપરાંત આપણી સરહદ પર દ.એશિયાઇ પ્રદેશમાં ચીનનો પડકાર છે. ઓગસ્ટમાં બાઈડેને જણાવ્યું હતું ંકે અમેરિકા સરહદ પરના ખતરાની બાબતમાં ભારતને સમર્થન આપશે. જો કે તેમાં તેમણે ચીનનો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ અમેરિકા આપણા માટે યુદ્ધ લડવાનું નથી અને આપણ એવી અપેક્ષા પણ રાખી શકીએ નહીં. અમેરિકા આપણને ટેકનોલોજી કનેક્ટિવિટી અને માળખાગત વિકાસ જેવા મુદ્દે મદદ કરી શકે. બાઈડેન હેરીસની વિદેશ નીતિનું મહત્વનું પાસુ એ હશે કે તે ટ્રમ્પની અરાજક અમેરિકા ફર્સ્ટની નીતિને બદલે બહુલતાવાદી અને બહુપક્ષીય વાદને પ્રાધાન્ય આપશે. આમ બાઈડેન હેરીસ દિલ્હી માટે સાતત્ય જાળવશે પરંતુ કેટલાક પડકારો પણ લાવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

  (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
  Read more
  International

  પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

  (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
  Read more
  International

  ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

  ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.