નવી દિલ્હી, તા.ર૬
આજે વહેલી પરોઢે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કેમ્પો ઉપર હવાઈ હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓ પછી વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીથી લઈ વિપક્ષના અનેક નેતાઓએ ભારતીય વાયુસેનાને અભિનંદન આપ્યા છે. જે રીતે પુલવામામાં થયેલ હુમલાને બધા વિપક્ષી નેતાઓએ વખોડી કાઢ્યું હતું એ જ રીતે આ ઘટના પછી બધા વિપક્ષોએ વાયુસેનાને અભિનંદન આપ્યા છે.
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં એક રેલીને સંબોધન કરતાં કહ્યું હું તમને વિશ્વાસ આપુ છું કે, ભારત સુરક્ષિત હાથોમાં છે. આજે હું તમારા ઉત્સાહને સમજી શકુ છું. હું ભારતનો માથું ઝુકવા નહીં દઉં.
રાહુલ ગાંધીએ આ સમાચારો પછી ટ્વીટ કરી લખ્યું ‘હું ભારતીય વાયુસેનાના પાયલોટોને સલામ કરૂં છું. એ સાથે એમણે ભારતીય ધ્વજનો ફોટો મૂક્યો હતો.
એના કલાક પછી મમતા બેનરજીએ લખ્યું ભારતીય વાયુસેનાનો બીજો અર્થ “ભારતના ઉત્કૃષ્ટ લડવૈયાઓ” પણ થાય છે જય હિન્દ.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે ટ્વીટ કરી લખ્યું એ વધુ રાજકીય દેખાઓ, “આ મોદીનું હિન્દુસ્તાન છે, એ ફક્ત ઘરમાં ઘૂસી જ નથી શકતો પણ એ સાથે મારી પણ શકે છે, આ ફક્ત શરૂઆત છે, અમે ભારતને ઝુકવા નહીં દઈએ. લોહીના એક-એક ટીપાનો હિસાબ થશે.”
કેજરીવાલે લખ્યું ‘હું ભારતીય વાયુસેનાના પાયલોટોને સલામ કરૂં છું, પાકિસ્તાન ઉપર હુમલો કરી એમણે અમને ગૌરવ આપ્યું છે.’
ભાજપ નેતા રામ માધવે લખ્યું ‘દરેક ભારતીને સેનાના શહીદો માટે દુઃખ અને ચિંતા છે. આજે વાયુ દળે ભારતીઓને ખુશ કરી દીધું. અમારૂં સૈન્ય દુનિયાના શ્રેષ્ઠ દળોમાંનો એક છે. આ વડાપ્રધાનની રાજકીય ઈચ્છા શક્તિનું પરિણામ છે. જેમણે નોખું કરી બતાવ્યું.’
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે લખ્યું ‘ભારતીય વાયુસેનાએ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. આ હુમલાની ખાસ જરૂર હતી જેથી ત્રાસવાદનું સમર્થન કરનાર પાકિસ્તાનને સંકેત આપી શકાય, તમે એવું નહીં સમજો કે પુલવામા જેવા કૃત્યો કરી તમે બચી શકશો. વાયુદળને ખૂબ અભિનંદન આ કાર્યવાહીને મારૂં સંપૂર્ણ સમર્થન છે.’
અમિતશાહે લખ્યું ‘આજના કડક પગલાં નવા ભારતની ઈચ્છા શક્તિ દર્શાવે છે. આપણો નવો ભારત ત્રાસવાદના કોઈપણ હુમલાઓ સાંખી નહીં લેશે.’
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું ‘ભારતીય વાયુ દળ દ્વારા કરાયેલ હવાઈ હુમલો તદ્દન નવો ગેમપ્લાન છે. આ પહેલી વખત બન્યું છે કે, શાંતિના સમયમાં વાયુદળની શક્તિનો ઉપયોગ ત્રાસવાદીઓની સામે પાડોશી દેશમાં જઈ કરાયો છે. ઉરી પછી કરાયેલ હુમલો અમારા નુકસાન સામે બદલો હતો. બાલાકોટ ઉપર હુમલો જૈશના વધુ હુમલાઓને અટકાવવા માટે છે.’
મહેબૂબા મુફ્તીએ કહ્યું ‘હું આશા રાખુ છું કે, ભારત અને પાકિસ્તાન બંનેના ઉદ્દેશ્યો પૂર્ણ થાય કારણ કે, બંને હવાઈ હુમલા બાબત વિરોધાભાસી દાવાઓ કરી રહ્યા છે.’
નવજોતસિંઘ સિદ્ધુએ લખ્યું ‘ખરા અને ખોટા વચ્ચે જ્યારે યુદ્ધ થાય ત્યારે તમે તટસ્થ રહી નહીં શકો, ત્રાસવાદી સંગઠનો સામે યુદ્ધ ચાલુ રહેવું જોઈએ. ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ.