National

બાળકીની છેડતીની શંકામાં ટોળાએ મોહમ્મદ ફૈસલને નિર્દય રીતે મારી મોતને ઘાટ ઉતાર્યા

(એજન્સી) જયપુર, તા.રર
રાજસ્થાનના જયપુરમાં રપ વર્ષીય મોહમ્મદ ફૈઝલ સિદ્દીકીને બાળ તસ્કરી અને નાની બાળા સાથે છેડછાડ કરવાની શંકામાં ભીડ દ્વારા નિર્દયતાપૂર્વક માર મારી તેની હત્યા નિપજાવી દેવામાં આવી. પોલીસ અનુસાર, ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના સુજત ગામનો નિવાસી મોહમ્મદ ફૈઝલ સિદ્દીકી પોતાના મિત્ર અસલમ અન્સારીની બે વર્ષીય પુત્રીને બજારમાં ચોકલેટ ખરીદવા લઈ ગયો હતો ત્યારે કેટલાક લોકોને બાળકીનું અપહરણ કર્યું હોવાનો શક થયો હતો. અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સિદ્દીકીને થાંભલા સાથે બાંધીને પ૦થી વધુ લોકોએ બેરહેમીથી માર મારી હત્યા નિપજાવી દીધી હોવાનું નજરે પડે છે. જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ૧૬ દિવસ સુધી જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલ ફૈઝલનું આખરે બુધવારે મોત નિપજ્યું હતું. વિશ્વકર્મા પોલીસ સ્ટેશનના અધિકારી મુકુત બિહારી મુજબ આ મામલે આઈપીસી ધારા હેઠળ નિશાંત મોદી અને મહેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્રનો એક પૂર્વ અપરાધિક રેકોર્ડ છે. ફૈઝલ જયપુરમાં વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી ચંપલના ઠેકેદારીનું કામ કરતો હતો. બાળકીના પિતા અને ફૈઝલના મિત્ર અસ્લમ અન્સારીએ જણાવ્યું કે, ફૈઝલ એમની દીકરીના અત્યંત નિક્ટ હતો તે રોજ એના માટે ચોકલેટ અને બિસ્કિટ ખરીદતો હતો. સિદ્દીકે જણાવ્યું કે, ૩ ફેબ્રુ.ના રોજ પણ ફૈઝલ તેમની પુત્રીને બજારમાં લઈ ગયો હતો. એ સવારે ૧૧ વાગ્યે કોઈકે તેમને ગૌમત વિહાર રોડ પર તેમની દીકરી છોડી દીધી હોવાની જાણ કરી હતી. સિદ્દીકી ઘટનાસ્થળ પર પહોંચ્યા અને ફૈઝલને થાંભલા સાથે બાંધી મારપીટ થતી જોઈને તરત જ પોલીસને ફોન કર્યો અને ફૈઝલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું કે, એમણે ફૈઝલ દ્વારા બાળકી સાથે કોઈપણ વાંધાજનક વ્યવહાર જોયો નથી જો એવું હોત તો બાળકીએ એમને જણાવી દીધું હોત. અહેવાલ મુજબ ૩ ફેબ્રુ.ની ઘટના બાદ બુધવારે સિદ્દીકનો નાનો ભાઈ કાનપુરથી જયપુર પહોંચ્યો હતો. તેણે જયપુરના સ્વામી માનસિંહ હોસ્પિટલના ડોક્ટરો પર એવો આરોપ મૂક્યો કે, મંગળવારે ર૦ ફેબ્રુ.ના રોજ ફૈઝલની હાલત ગંભીર હોવા છતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. પોલીસ અનુસાર, એક મહિલાએ સિદ્દીક વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ચોમૂના સહાયક પોલીસ અધિકારી દિનેશ શર્માએ એફઆઈઆરની પુષ્ટિ કરી છેે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.