Gujarat

બીટકોઈન કેસમાં સંડોવાયેલા બે પોલીસકર્મી સસ્પેન્ડ

સુરત, તા.૧૦
સુરતના બિલ્ડર પાસેથી કરોડો રૂપિયાના બીટકોઈન પડાવી લેવાના ચકચારી કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીને રાજ્યના પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ તેઓની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીટકોઈન પડાવી લેવાના ચકચારી કેસમાં રાજ્યની સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે ત્યારે આ કેસમાં સંડોવાયેલા અમરેલીના હે.કો. બાબુભાઈ વાજસુરભાઈ ડેર તથા પો.કો. વિજય મૂળજીભાઈ વાઢેર વિરૂદ્ધ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમોનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી તેઓની અટકાયત કરવામાં આવી છે. તેથી બંને પોલીસ કોન્સ્ટેબલે ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ દાખવી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક દાખવી છે. તેઓના આ વર્તનને લીધે પોલીસની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી છે. જો કે તેઓની આ ગેરવર્તણૂક ખાતાકીય તપાસમાં પુરવાર થશે તો તેઓને નોકરીમાંથી બરતરફી સુધીની શિક્ષા થઈ શકે છે ત્યારે કોન્સ્ટેબલ બાબુભાઈ ડેર તથા વિજય વાઢેરને હાલના હોદ્દા ઉપર ચાલુ રાખવામાં આવે તો તેઓ સત્તાનો દુરૂપયોગ કરી સાક્ષી અને પુરાવાને નુકસાન કરે તેમ હોવાનું જણાતા ડીજીપીએ બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જો કે સસ્પેન્ડ દરમિયાન તેમનું મુખ્ય મથક અમદાવાદ શહેર નક્કી કરવામાં આવ્યું છે. ફરજ મોકૂફીના સમય દરમિયાન ૭ દિવસ કરતા વધુ સમય માટે નક્કી કરેલા મુખ્ય મથક છોડતા પહેલાં બંને કોન્સ્ટેબલોએ અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં પૂર્વ મંજૂરી લેવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે કોઈપણ ચકચારી કેસ હોય તેમાં જો પોલીસની સંડોવણી બહાર આવે ત્યારે દર વખતે નીચલી કક્ષાના પોલીસ કર્મચારીઓનો જ મરો થાય છે જ્યારે ઉપલા અધિકારી દર વખતે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે ત્યારે ખરેખરમાં આ કેસમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારી પછી તે ક્લાસ-૧ અધિકારી હોય કે ક્લાસ-૪ કર્મચારી હોય તેમને તાકિદે સસ્પેન્ડ કરવા જોઈએ. કેમ કે કાયદાના રક્ષક જ ભક્ષક બનશે તો કાયદાનું પાલન કરશે કોણ ? તેવી લોકચર્ચા વહેતી થઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.