National

બીમારીના કારણે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ આપ્યું રાજીનામું

 

(એજન્સી) ટોક્યો, તા.ર૮
જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર છે અને થોડા સમય પહેલાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આબેનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૧માં પૂર્ણ થવાનો હતો. સોમવારે શિંજો એબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવાનો રકૉર્ડ તોડી ચૂક્યા હતા. કોરોના વાયરસની મહામારીમાં કામગીરી મામલે વડાપ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતાં હતા. શિંજો આબેના સમયમાં જ ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. આબે એ મોદીના ખાસ મિત્ર છે. જાપાનમાં શરૂઆતના સમયમાં કોરોના વાયરસનું સંકટ યથાવત્‌ રહ્યું હતું. પરંતુ હાલના સમયમાં હાલાત કંઈક હદ સુધી ઠીક છે. જાપાની મીડિયાના અનુસાર શિંજો આબેની તબિયત સતત લથડી રહી છે. આ કારણે તેઓ કાર્ય પર ધ્યાન આપી નથી રહ્યા, તેઓ શુક્રવારે રાજીનામું આપી શકે તેવી અટકળો સેવાઈ રહી છે. એ સાચી પડી છે. જાપાનના એનએચકે ટેલિવિઝન અને અન્ય મીડિયા અનુસાર, જાપાની વડાપ્રધાન શિંજો આબેએ પોતાની બગડતી તબિયતનો હવાલો આપતા પદ છોડવાનો ઈરાદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૦૭માં શિંજો આબેએ પોતાના સ્વાસ્થ્યના કારણે અચાનક પહેલાં કાર્યકાળમાં રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શિંજો આબેની તબિયતને કારણે ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.