National

બીમાર રહેતા દિલીપકુમારની ખબર લેવા પહોંચ્યા એમના ‘પુત્ર’ શાહરૂખખાન

(એજન્સી) તા.૧૩
છેલ્લા કેટલાક દિવસોથી બીમાર રહેતા બોલિવુડના ૯પ વર્ષીય પ્રખ્યાત અભિનેતા દિલીપકુમારની તબિયત જાણવા માટે તેમના દીકરા બોલિવુડના બાદશાહ શાહરૂખખાન તેમના ઘરે ગયા હતા. શાહરૂખખાન સોમવારે એમના ઘરે ગયા અને તેમની સાથે ઘણો સમય વીતાવ્યો. ફોટોમાં શાહરૂખ અને દિલીપકુમાર સાથે દેખાઈ રહ્યા છે. જેમાં શાહરૂખખાને દિલીપકુમારનો હાથ પકડી રાખ્યો છે અને ફોટોમાં દિલીપ કુમારની સ્થિતિ ઘણી નાજુક પણ લાગે છે. ઉલ્લેખનીય છે કે આ જાણકારી દિલીપકુમારના ટ્‌વીટર પેજ પર આપવામાં આવી છે. દિલીપકુમાર શાહરૂખખાનને પોતનો પુત્ર ગણે છે અને આ જ કારણે શાહરૂખખાને દિલીપકુમારનો પુત્ર કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે શાહરૂખખાન એમને મળવા ગયા હતા ત્યારે સાયરાબાનોએ ટ્‌વીટર પોસ્ટમાં શાહરૂખખાનને પુત્ર કહી સંબોધન કર્યું હતું.