Ahmedabad

બેંકની કેશવાનનો ડ્રાયવર રૂા. ૧ કરોડની લૂંટ કરી ફરાર

અમદાવાદ, તા.ર૩
શહેરના એસ.જી. હાઈવે ઉપર એટીએમ મશીનમાં પૈસા ભરવા ગયેલી કેશવાનનો ડ્રાયવર રૂા.૧ કરોડની રકમ વાનમાંથી લૂંટીને ફરાર થઈ જતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના એસજી હાઈવે ઉપર આવેલા રાજપથ ક્લબ પાસે એક એટીએમ મશીનમાં કેશવાન પૈસા ભરવા આવી હતી ત્યારે કેશવાનના ડ્રાયવર સુધીર વાઘેલા (રહે. ચાંદખેડા અમદાવાદ) વાનના ગનમેન સહિત ત્રણ લોકોને બેભાન કરીને કેશવાનમાંથી રૂા.૧ કરોડની રકમ લૂંટ કરીને રફૂચક્કર થઈ ગયો હતો ત્યારે ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ થતા પોલીસે કેશવાનના ડ્રાયવર સુધીર વાઘેલાને શોધવા માટે ચાર ટીમો રવાના કરી હતી. તેમજ ઘટનાસ્થળે પહોંચીને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જો કે સમગ્ર લૂંટની ઘટના અંગે પોલીસે વિવિધ સીસીટીવીના ફૂટેજ મેળવીને આરોપીને સંકજામાં લેવા કવાત હાથ ધરી છે.
અમદાવાદ શહેરના મેગાસીટીમાં ક્રાઈમનો રેશિયો પણ મેગા બની રહ્યો છે. કેશવાનનો ચાલક જે રૂા.૧ કરોડ જેટલી મોટી રકમ લૂંટીને જતો રહ્યો ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.