Gujarat

‘બેન્કમાંથી બોલું છું’ તેમ કહી રૂા.૭૦,૦૦૦ની તફડંચી

(સંવાદદાતા દ્વારા) દેવગઢબારીઆ, તા.૩
દેવગઢબારીઆ નગરના ટાવર શેરી બજાર વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને બેન્કમાંથી મેનેજર બોલું છું. તમારા એટીએમની માહિતી અને પીન નંબર આપો તેવો ફોન કરી રૂા.૬૯,૯૯૮/- ઉપાડી લીધા હોવાનો બનાવ દેવગઢબારીઆ પોલીસ મથકે નોંધાયેલ છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર દેવગઢબારીઆ નગરમાં ટાવરશેરી વિસ્તારમાં કાન્તમ નિવાસ ખાતે રહેતા નિવૃત્ત ખુમાનસિંહ જીવાભાઈ સગરને તા.ર-૧૧-ર૦૧૮ના રોજ સવારના લગભગ સાડાનવેક વાગ્યે તેમના પત્નીના મોબાઈલ નંબર ઉપર બહારગામથી ફોન આવ્યો હતો અને જણાવેલ કે બેન્કમાંથી મેનેજર બોલુ છું. તમારા એટીએમની માહિતી અને નંબર આપો તેમ જણાવતાં ખુમાનસિંહે પણ આ વ્યક્તિ સાથે વાતચીત કરતાં તેની વાતોમાં ભોળવાઈ જઈ એટીએમની સઘળી વિગતો આપી દીધી હતી. તે પછીથી સામાવાળા ઈસમે આ એટીએમના નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યાએથી કુલ રૂા.૬૯,૯૯૮/- બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા હતા. જેની જાણ થતાં ખુમાનસિંહ સગરે દેવગઢબારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.