International

બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

(એજન્સી) તા.૧૫
યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રમુખ જો બાઇડેને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને જણાવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્‌સ, ઇરાન સામેના કોઈપણ ઇઝરાયેલી પ્રતિઆક્રમણમાં ભાગ લેશે નહીં. ઇઝરાયેલ ઇરાનના હવાઈ હુમલાનો જવાબ આપવાનો વિચાર કરી રહ્યું છે. યુએસ પ્રમુખ સંયમ આપવા માટે વૈશ્વિક કૉલમાં જોડાયા હોવા છતાં વોશિંગ્ટન નેતાન્યાહુને ૧૪,૦૦૦ કરોડ ઇં સહાય કરશે તેનાથી મધ્ય પૂર્વમાં વધતા તણાવને વેગ મળશે તેવું લાગે છે. આ અહેવાલની ઘોષણા, રવિવારે મોડી રાત્રે નેતાઓ વચ્ચેના ફોન કૉલની વાતચીત પછી આવી હતી. યુએસ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે, ઇઝરાયેલને પોતાના સ્વરક્ષણ માટે કાર્યવાહી કરવાની સ્વતંત્રતા છે. તે એક લાંબા સમયથી ચાલી રહેલી નીતિ છે પરંતુ અમે આવી વાતમાં ભાગ લેવાની કલ્પના પણ કરીશું નહીં.” ૧ એપ્રિલે, સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયેલે કરેલા (ઇઝરાયેલે હજુ સુધી જવાબદારી લીધી નથી) હુમલાના જવાબમાં ઈરાને, ઈઝરાયેલ તરફ ૩૦૦થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા. જો કે, યુ.એસ., યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને જોર્ડનની મદદથી, ઇઝરાયેલે મોટા ભાગના હુમલાઓ ખાળી દીધા હતા. જેથી તેને માત્ર સામાન્ય નુકસાન જ થયું હતું. રવિવારે સાંજે ઇઝરાયેલની પાંચ સભ્યોની યુદ્ધ કેબિનેટ મીટીંગ મળી હતી, જેમાં તેમણે બદલો લેવાની તરફેણ કરી હોવાના સમાચાર છે. શનિવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, બાઇડેને જણાવ્યું હતું કે, તેમણે નેતાન્યાહુને કહ્યું હતું કે, “ઇઝરાયેલે જે પ્રકારે, આ અભૂતપૂર્વ હુમલાઓ સામે પોતાનું રક્ષણ કર્યું તે બિરદાવવા લાયક છે.” જો કે, તેમણે ઇઝરાયેલના પ્રતિભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી કે કેમ તે તેમણે જાહેર કર્યું ન હતું. વ્હાઇટ હાઉસના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ રવિવારે એનબીસી ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે યુએસની સ્થિતિ નક્કી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે “ઇઝરાયેલનો બચાવ કરવો અને ઇઝરાયેલને પોતાનો બચાવ કરવામાં મદદ કરવી તે અમારી લોખંડી પ્રતિબદ્ધતા છે. જેમ રાષ્ટ્રપતિએ ઘણી વખત કહ્યું છે તેમ અમે આ ક્ષેત્રમાં ઈરાન સાથે યુદ્ધ વ્યાપક જો કે, તેવું લાગે છે કે, ગાઝા પર ઇઝરાયેલના છ મહિનાના બોમ્બમારાના નિમ્ન-સ્તરના સંઘર્ષમાં વધારો થવાથી યુએસ સાંસદે અટકેલા ભંડોળના પેકેજ થકી દબાણ કરે છે. સાંસદ અને હાઉસ સ્પીકર માઇક જ્હોન્સને રવિવારે જણાવ્યું હતું કે, તેઓ યુએસ સાથીઓ માટે યુદ્ધ સમયની સહાયના ૯,૫૦૦ કરોડ ઇંના પેકેજને આગળ વધારવાનો પ્રયાસ કરશે. બાઇડેનની નવી અરજીને પગલે, રિપબ્લિકન ધારાસભ્ય અને હાઉસ સ્પીકર માઇક જ્હોન્સને રવિવારે જણાવ્યું હતું કે, તેઓ યુએસ સાથીઓ માટે યુદ્ધ સમયની સહાયના ૯,૫૦૦ કરોડ ઇંના પેકેજને આગળ વધારવાનો પ્રયાસ કરશે. જ્હોન્સન એ રાષ્ટ્રીય સુરક્ષા પેકેજના મંજૂરીકર્તા છે, જે ઇઝરાયેલને ૧,૪૦૦ કરોડ ઇં અને યુક્રેનને લગભગ ૬,૦૦૦ કરોડ ઇં આપશે, તેમજ એશિયામાં સહયોગીઓને ભંડોળ મોકલશે. જ્હોન્સનને ફોક્સ ન્યૂઝ ચેનલના સન્ડે મોર્નિંગ ફ્યુચર્સને જણાવ્યું હતું કે, તે અને રિપબ્લિકન, “ઇઝરાયેલ સાથે ઊભા રહેવાની જરૂરિયાતને સમજે છે” અને તે આ અઠવાડિયે સહાયને આગળ વધારવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું, “તે પેકેજની વિગતો અત્યારે એકસાથે મૂકવામાં આવી રહી છે અને અમે વિકલ્પો અને તમામ પૂરક મુદ્દાઓને જોઈ રહ્યા છીએ.”

Related posts
International

‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
Read more
International

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
Read more
International

અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

(એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.