Ahmedabad

બે વર્ષમાં ૩ર૦૦ બસ ખરીદવાની સામે માત્ર પ૭પની ખરીદી, જેમાંથી રોડ પર દોડે છે ૩૭૦ જ બસ !

અમદાવાદ, તા.ર
‘સલામત સવારી એસટી અમારી’નું સૂત્ર તો લોભામણું છે પણ આ સલામત સવારી માટે એસટીને બસો ખરીદવા માટે દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી થાય છે પરંતુ આ બજેટની ફાળવણી કાગળ પર જ રહી જાય છે જેના કારણે પ્રવાસીઓને એસટીની નવી બસોની સુવિધા મળતી નથી. છેલ્લા બે વર્ષના બજેટમાં એસટીને કુલ ૩ર૦૦ બસ ખરીદવા પૈસા ફાળવાયા હતા. જો કે તેમાંથી માત્ર પ૭પ બસ જ ખરીદાઈ છે અને રોડ પર તો માત્ર ૩૭૦ જ બસો પહોંચી છે. આમ બજેટની ફાળવણી માત્ર કાગળ પર થઈ હોય તેવું ચિત્ર ઉપસે છે અને લોકો સારી પરિવહન સેવાથી વંચિત રહે છે.
લોકોને સારી પરિવહન સેવા મળે તે માટે એસટી નિગમને દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી થાય છે. પરંતુ માત્ર બજેટની ફાળવણી કાગળ પર રહી જાય છે જેના કારણે પ્રવાસીઓને સારી સુવિધા મળતી નથી. ૨૦૧૬-૧૭ના બજેટમાં ૧૬૦૦ નવી બસ અને ૨૦૧૭-૧૮ના બજેટમાં ૧૬૦૦ નવી બસ ખરીદવા માટે પૈસા ફળવાયા હતા. એટલે કે ૨ વર્ષમાં કુલ ૩૨૦૦ બસ ખરીદવા પૈસા ફાળવાયા હતા. જો કે, આ ૩૨૦૦ બસમાંથી એસટી વિભાગે માત્ર ૫૭૫ બસ ખરીદી છે અને તેમાંથી પણ રોડ પર તો માત્ર ૩૭૦ બસ પહોંચી છે, જ્યારે બાકીની ૨૦૫ બસો અત્યારે એસટી નિગમના વર્કશોપમાં કલર અને કાચ લગાવ્યા વિના ધૂળ ખાઈ રહી છે. જ્યારે ૨૬૨૫ બસ ખરીદવાની પ્રક્રિયા ટેન્ડરમાં જ અટવાયેલી છે. સરકારે ૨૦૧૭-૧૮ના બજેટમાં પરિવહન સેવા માટે કુલ ૪૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જેમાં ૧૬૦૦ નવી બસ ખરીદવાનો અને તેનાથી ૮૩૦૦૦ મુસાફરોને લાભ આપવાનો દાવો કરાયો હતો. પરંતુ ન તો નવી બસ આવી ન પ્રવાસીઓને કોઈ લાભ મળ્યો.
બસોના નવા શિડ્યુલ ઉમેરવાની વાત તો દૂર રહી જે શિડ્યુલ છે તે પણ બંધ કરવાનો વારો આવ્યો. પૂરતા પ્રવાસી ન મળવાના કારણે અમદાવાદ-બોરીવલી, અમદાવાદ-જયપુર, અમદાવાદ-કોટા, અમદાવાદ-શ્રીનાથજી, અમદાવાદ-અંબાજી, અમદાવાદ-દ્વારકા અને અમદાવાદ-વાપી સહિતના રૂટ બંધ કરાયા છે. તાજેતરમાં રજુ કરાયેલ ૨૦૧૮-૧૯ના બજેટમાં નવી ૧૬૪૦ બસ ખરીદવાની જાહેરાત કરાઈ છે. પરંતુ હજી આગલા બે વર્ષની જાહેરાતની ૨૬૨૫ બસ ખરીદવાની બાકી છે, ત્યારે નવી જાહેરાત માત્ર કાગળ પર રહેશે તેવું લાગી રહ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.