Gujarat

બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે દાહોદમાં ધો.૧૦નું પેપર લીક થતાં તંત્ર દોડતું થયું

દાહોદ, તા.૧ર
‘પ્રથમ ગ્રાસે મક્ષીકા’ની જેમ રાજ્યમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ થયેલી પરીક્ષામાં કેટલીક એવી બાબતો સામે આવી જેને લઈને શિક્ષણ બોર્ડ દોડતુ થયાની વિગતો સાંપડી છે. દાહોદમાં એમ એન્ડ પી હાઈસ્કૂલમાંથી પેપર લિક થવાની ઘટનાં પ્રકાશમાં આવી છે તથા જેમાં રિસિપ્ટમાં ખોટું સરનામું છપાતાં રપ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. તથા ધો.૧૦નું ગુજરાતી અને અંગ્રેજીનું પેપર સરળ પૂછાયાનો વિદ્યાર્થીઓનો મત મળ્યો છે. સાથે સાથે ભાજપના કાર્યકરોનો ખેસ, બેનર સાથે અમદાવાદ, સુરતમાં માર્કેટિંગ કરતા પણ નજરે ચઢ્યા હતા. ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષા દરમ્યાન અમદાવાદમાં રાણીપની નવસર્જન સ્કૂલ પર ભાજપના કાર્યકર્તાઓ ધારા ૧૪૪ લાગુ હોવા છતાં પણ કાર્યકરો ખેસ અને બેનરો સાથે સ્કૂલમાં પહોંચ્યા હતાં. ત્યાં પણ ભાજપીઓએ દેખાવો કર્યા હતા. એકતરફ બોડેલી તાલુકાનાં ચલામલી ખાતે ભગત સ્કૂલમાં તેમની જ શાળાનો ધો.૧૧નો વિદ્યાર્થી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો ઝડપાયો હતો. અસલ પરીક્ષાર્થી ભીલ નિલ્કેશભાઈ નેવજીભાઈની જગ્યાએ ભીલ અમરસિંહ ગુરજીભાઈ પરીક્ષા આપતો હતો તેને ઝડપીને પોલીસ ફરિયાદ કરાઈ હતી. રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પણ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. ધો.૧૦ની પરીક્ષા શરૂ થતાં જ શહેરની એમ એન્ડ પી હાઈસ્કૂલમાંથી પેપર લીકેજ થયું હોવાની જિલ્લા કલેકટરને માહિતી મળી હતી. કલેકટરના આદેશથી મામલતદારે રૂમનું તાળું તોડી ચકાસણી કરતાં અંદરથી ગુજરાતી વિષયના આજના પેપરના ટુકડા મળી આવ્યાં હતાં. બોર્ડનું લીકેજ થયેલ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર રૂમમાં કોણ લાવ્યું અને કેવી રીતે આવ્યું એ તપાસનો વિષય બન્યો છે. દાહોદ મામલતદાર દ્વારા એમ એન્ડ પી હાઈસ્કૂલના વ્યવસ્થાપકના રૂમની ચકાસણી કરી શાળાના આચાર્ય પાસે રૂમની ચાવી માગી હતી. ચાવી ન મળતાં રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ કરાયો હતો. રૂમમાંથી મામલતદારે ઝેરોક્ષ મશીન, તાજું ગુલાબનું ફૂલ અને બોર્ડ દ્વારા લેવાયેલ ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની નકલના ટુકડા મળી આવ્યા હતાં. મામલતદારે બોર્ડની એકઝામ પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્ર અને રૂમમાંથી મળી આવેલ પ્રશ્નપત્રના ટુકડાની ચકાસણી કરતા આજનું જ પ્રશ્નપત્ર હોવાનું ફલિત થયું હતું. જેથી દાહોદ મામલતદાર અને તેની ટીમ દ્વારા પ્રશ્નપત્ર લીકેજ થયાં અંગેનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિસિપ્ટમાં ખોટું સરનામું છપાતાં ધો.૧૦ના રપ વિદ્યાર્થીઓ રખડી પડ્યા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે છબરડો કરતા બનાસકાંઠાના પાલનપુરમાં આશરે રપ જેટલા વિદ્યાર્થીઓ રઝડી પડ્યા હતાં. રીસીપ્ટમાં પાલનપુર અને દાંતાના એડ્રેસ લખતા વિદ્યાર્થીઓ રઝડ્યા હતા. દાંતામાં એડ્રેસ ન મળતાં પાલનપુર આવતાં સમયમર્યાદા પુરી થતાં વિદ્યાર્થીઓ રઝડી પડ્યા હતાં. જેથી વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આ છબરડાને કારણે રપ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે. આ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાશે તેવું જનસંપર્ક અધિકારીએ આશ્વાસન આપ્યું છે. રાજ્ય સચિવે વિદ્યાર્થીઓની રિસિપ્ટ મંગાવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.