National

બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ અને પત્નીને પાંચ કરોડની લોન ચૂકવણીમાં નિષ્ફળતા બદલ કોર્ટે દોષિત ઠરાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
દિલ્હીની કડકડમ કોર્ટે બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ અને તેમની પત્ની તેમજ કંપનીને પાંચ કરોડની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જવાબદાર દોષિત ઠરાવ્યા હતા. જે લોન ર૦૧૦માં લીધી હતી. પોતાની પહેલી ફિલ્મ બનાવવા માટે પાંચ કરોડની લોન લીધી હતી. ફિલ્મ અતા-પતા-લાપતા ર૦૧રમાં રિલીઝ થઈ હતી. જેમાં રાજપાલ યાદવ દારાસિંહ, અસરાની, વિક્રમ ગોખલેની ભૂમિકા હતી. કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને તેમની કંપની અને પત્ની સહિત ચેક બાઉન્સ થવા બદલ ૭ કેસોમાં દોષિત ઠરાવ્યા. ફરિયાદી વકીલ એસ.કે.શર્મા દ્વારા બતાવાયું કે અભિનેતાની સજાની જાહેરાત ર૩ એપ્રિલે થશે. લક્ષ્મીનગરની કંપની મુરલી પ્રોજેક્ટસ પ્રાઈવેટ લિ.એ રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સ સાથે જોડાયેલ ૭ ફરિયાદો દાખલ કરાવી હતી. રાજપાલ યાદવને ફિલ્મ અતા-પતા-લાપતા માટે ૧૦ કરોડની લોન અપાઈ હતી. ફરિયાદીને ૮ કરોડ ચૂકવવાના હતા. રાજપાલ યાદવે ૧૯૯૯માં ફિલ્મ દિલ કયા કરેથી તેમની કારકીર્દીની શરૂઆત કરી હતી. ર૦૧૮માં શાદી તેરી બજાએગે હમ બેન્ડમાં નજર આવ્યા હતા. યાદવ અને તેમની પત્ની રાધાને ર૦૧૩માં ચાર દિવસ તિહાર જેલમાં જવું પડ્યું હતું. બાદમાં હાઈકોર્ટે તેમની સજા રદ કરી હતી. પત્નીની ખોટી સહી કરી લોન લેવાનો યાદવ સામે આરોપની સિંગલ જજની કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ કોર્ટે અવમાનના બદલ યાદવને ૧૦ દિવસની જેલ કરી હતી. તેની પત્નીને કોર્ટ ઉઠતા સુધીની સજા કરી હતી. દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ એમ.જી.અગ્રવાલે (મુરલી પ્રોજેક્ટ) દંપતી સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે પાંચ કરોડની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જવા બદલ યાદવ દંપતી સામે કેસ ચાલ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.