International

બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા મે હિજાબ પહેરીને મુસ્લિમ સમુદાયના કાર્યક્રમમાં સામેલ થયાં

(એજન્સી) બ્રિટન, તા.ર૦
મુસ્લિમ સમુદાયના ‘મેરી મસ્જિદ કા દૌરા કરે’ નામક કાર્યક્રમમાં બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે હિજાબ પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. આંતરધર્મિય સંવાદોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલ આ કાર્યક્રમમાં યુકેના મુખ્ય રાજનૈતિક મહાનુભાવો, સહિત લંડનના મેયર સાદિકખાન અને લેબર પાર્ટીના પ્રમુખ જેરેમી કોર્બિન પણ સામેલ થયા હતા. કાર્યક્રમના આયોજક બ્રિટિશ મુસ્લિમ કાઉન્સિલે ટ્‌વીટર પર પ્રધાનમંત્રી થેરેસા મેનો હિજાબ પહેરેલ ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ દેશના દક્ષિણ પૂર્વમાં સ્થિત કાઉન્ટિ બર્કશાયરની મેડન હેડ મસ્જિદમાં સંબોધન કરતા નજરે પડે છે. થેરેસા મેનો હિજાબ પહેરીને કાર્યક્રમમાં સામેલ થવું ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રધાનમંત્રી થેરેસા મે મસ્જિદની મુલાકાત વિશે કહ્યું કે, ઈસ્લામ ધર્મને વિશે સાચી સમજ પ્રાપ્ત કરવાનો આ બહુમૂલ્ય પ્રસંગ છે. ઈસ્લામ ધર્મ સુરક્ષાનો ધર્મ છે. એ વાતનું આશ્વાસન મેળવવા માટે પણ આ એક સારી તક છે. બ્રિટનમાં રહેતા અન્ય ધર્મના લોકો માટે દેશના વિભિન્ન ભાગોમાં ર૦૦થી વધુ મસ્જિદોના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. બ્રિટનમાં વર્ષ ર૦૧પથી દર વર્ષે આયોજિત થતાં આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ધર્મના લોકો વચ્ચે સુસંવાદિતા સાધવાનો અને તેને મજબૂત બનાવવાનો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.