Gujarat

ભરૂચના શ્રવણ ચોકડી પાસે રાતોરાત ગેરકાયદેસર કોમ્પલેક્ષ ઊભું કરી દેવાતાં ચકચાર

ભરૂચ, તા.૧૭
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ તેના પ્રારંભથી જ ભારે વિવાદોના વમળમાં અટવાયેલું છે. એક તરફ સામાન્ય જનના નજીવા દબાણો હટાવવા માટે બૌડાના અધિકારીઓ સીધા મેદાનમાં ઉતરી જાય છે. ત્યારે બીજી તરફ લેભાગુ બિલ્ડરો ભૂમાફિયાઓ ઠેર-ઠેર તંત્રના નાક નીચે બિન અધિકૃત બાંધકામો ઉભા કરી દઇ ગ્રાહકોને દસ્તાવેજો કરી દઇ ધોળા દિવસે છેતરપિંડી કરતા હોય છે. હાલ ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર બૌડા તંત્રની કોઇ પણ પરવાનગી વિના કોમર્શિયલ કોમ્પલેક્ષ રાતોરાત ઊભું કરી દેવાયું છે જેમાં મુખ્ય માર્ગની માર્જિનની જગ્યા પણ છોડવામાં આવી નથી શહેરના મુખ્ય માર્ગ ઉપર ચાલતા બિનઅધિકૃત બાંધકામ શું તંત્રના ધ્યાનમાં નહીં હોય ? જો મધ્યમ વર્ગીય લોકોના બાંધકામ દૂર કરવામાં પોતાની તાકાત અજમાવતા બૌડા તંત્રના અધિકારીઓ આવા બિલ્ડરોના બાંધકામો દૂર કરવામાં વામણા પુરવાર થાય છે. ધોળે દિવસે ચાલતા આવા બિનઅધિકૃત બાંધકામોને અટકાવવા માટે તંત્ર શું પગલાં લે છે એ જોવું રહ્યું પગલાં લેવાય છે કે કેમ તે પણ હાલના સંજોગોમાં જોવું રહ્યું… બાહોશ જિલ્લા કલેકટર આ અંગે ધ્યાન કેન્દ્રીત કરે તે જરૂરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.