(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.પ
ભરૂચનાં એ.બી.સી. સર્કલ પાસે રિજન્ટા હોટલમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં ઇન્ટરવ્યુમાં સરકારી ગાઈડલાઇનનો ઉલાળિયો થતો હોય આથી આ ખાનગી કંપનીનાં પાંચ જેટલા અધિકારીઓની ભરૂચ સી ડીવીઝન પોલીસે અટકાયત કરી હતી.
ટૂંક સમય પહેલા જ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીને વાયુ પ્રદૂષણ મુદ્દે ય્ઁઝ્રમ્ દ્વારા રૂા.૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો તેની શાહી હજુ સુકાય નથી. તેવામાં ફરી એક વખત આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની ચર્ચાનાં એરણે ચઢી છે. આજે આ કંપનીમાં વોક ઇન ઇન્ટરવ્યુ ચાલતું હોય તે દરમિયાન અનેક નોકરી વાંચ્છુક લોકોના ટોળા એકત્ર થતાં ફરી એક વખત આ ખાનગી કંપનીનાં પાંચ જેટલા અધિકારીની અટકાયત કરી છે.
ભરૂચ જિલ્લામાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝનાં વોક ઇન ઇન્ટરવ્યુ હોટલ રિજન્ટામાં ચાલતા હોય જેમાં ૨૫૦થી વધુ ઉમેદવારોનું ટોળું એકત્ર થતાં સરકારની કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ધજાગરા ઉડયા હતા. આ જાહેરનામાનાં ભંગ બદલ સિટી સી-ડીવીઝન પોલીસે ભંગનો ગુનો દાખલ કરી આ કંપનીનાં અધિકારીની અટકાયત કરી છે.
આજે કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુની ગોઠવણ કરવામાં આવતા કોરોના કાળ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનાં અભાવને કારણે ફરી એક વખત કંપનીનાં અધિકારીઓને ભરૂચ સી-ડીવીઝન પોલીસે અટકાયત કરી છે. તો બીજી તરફ આ દ્રશ્યો સામે આવતા કહી શકાય છે કે, અહીં સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવાનો બેરોજગારીનો શિકાર બનેલા છે. ખાનગી કંપનીનાં આ વોક ઇન ઇન્ટરવ્યુમાં ભરૂચનાં અનેક બેરોજગારો ઉમટી પડતાં સરકારે પણ વિચારણા કરી બેરોજગારી નાબૂદ કરવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ તેવું અહીં આ દર્શયો જોતાં લોકોએ જણાવ્યું હતું.