Gujarat

ભરૂચ : કૃષિ યુનિ.રોડ પરથી ર૦ લાખની રોકડ સાથે બે ઝડપાયા

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર૭
ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી હવાલાના રૂ.ર૦,૧૦,૦૦૦ની સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સ્પે.ઓપરેશન ગૃપની ટીમને ભરૂચમાં આવેલ કૃષિ યુનિવર્સિટી, મકતમપુર પાસેથી એક્ટિવા ઉપર બે શખ્સો હવાલાના નાણાં સાથે જતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એસ.ઓ.જી.ની ટીમે કૃષિ યુનિવર્સિટી તરફ દોડી આવી એક્ટિવા નં.જીજે-૧૬-સીએ-૭ર૩૭ પર પસાર થતા અંકલેશ્વરના નવી નગરી સામે શિલ્પકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા પંકજ નટવરલાલ માવાણી અને ભરૂચના લલ્લુભાઇ ચકલા ખાતે સરદાર એપાર્ટમેન્ટમાં રહેતા ફુલચંદ નારણભાઇ પટેલને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી અલગ-અલગ દરની કુલ રૂપયા ર૦,૧૦,૦૦૦ની ચલણી નોટો મળી આવી હતી. તેમની પાસેથી આ નાણાંના કોઇ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે તેની અંગઝડતી લેતા રૂ.પ૦,૦૦૦ રોકડા વીવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦ સેમસંગ કંપનીનો મોબાઈલ કિં.રૂ.પ૦૦ એકિટવા રૂ. રપ૦૦૦ મળી કુલ રૂપયા ર૦,૯પ,પ૦૦નો મુદૃમાલ કબજે લઈ બંનેની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.