ભરૂચ, તા.૧૭
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચીનની સૈનિકના હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરી રેલવે સ્ટેશન રોડ ઉપર વિવિધ પ્લેકાર્ડ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને છે ત્યાં આજે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ ઉપર ડૉ.બાબા સાહેબની પ્રતિમા નજીક આ ભાવ વધારો સામે વિરોધ નોંધાવી ધરણાં દેખાવો કર્યો હતો. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા પ્રવકતા નાઝુ ફડવાળા, વિપક્ષના નેતા સમસાદ સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સુલેમાન પટેલ, અરવિંદ દોરવાલા, ધૃતાબેન રાવળ, જયોતિબેન તડવી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકી શોખી, મગન પટેલ, સુરેશ પરમાર, ઈબ્રાહિમભાઈ કલકલ, રાધે પટેલ સહિતના આગેવાનોએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે પ્લેકાર્ડ થકી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ચીન ભારત સરહદે ધર્ષણમાં ૨૦ ભારતીય જવાન શહીદ થતાં તેઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.