Ahmedabad

ભાજપના એક-બે ધારાસભ્યોના આક્ષેપો સાથે ડે.સી.એમ.ની કોંગ્રેસ સામે ફટકાબાજી !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૭
વિધાનસભામાં આજે આમ તો વિરોધ પક્ષ કોંગ્રેસની ગેરહાજરીને લઈ નિરસ માહોલ જોવા મળતો હતો. જો કે સવારના સેશનમાં બજેટની માગણીઓ પરની ચર્ચા દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસની ગેરહાજરીમાં આક્ષેપો સાથે હળવી માર્મિક ટકોર કરી ગૃહના વાતાવરણને હળવું બનાવવા પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ભાજપના કેટલાક સભ્યોએ કોંગ્રેસને યાદ કરી આક્ષેપો કરવાની તક જવા દીધી ન હતી. રાજયસભાની ચૂંટણીને લઈ જયપુર ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો મુદ્દે ના. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનું સારૂ વાતાવરણ છોડી જયાં કોરોનાનો ભય છે. તે વિસ્તારમાં ગયા છે. ત્યારે રખેને ચેપ ના લાગી ના જાય, માટે જલ્દી પાછા ફરો. કોંગી સભ્યો પાછા ફરે ત્યારે રાજસ્થાનની બોર્ડર પર તેમનું સઘન તપાસ કરવી પડશે. કોઈને ચેપ લાગ્યો ન હોય તો જ તેઓને પ્રવેશ આપવા દેવો જોઈએ.
વિધાનસભામાં આજે સવારના સેશનમાં બજેટની માગણીઓ પરની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સવારથી જ ગૃહમાં વિપક્ષ કોંગ્રેસના એક પણ ધારાસભ્ય હાજર ના રહેતા તેમની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી અને વિપક્ષ વિના ગૃહનો માહોલ નિરસ લાગતો હતો. ચર્ચા દરમ્યાન ભાજપના એક બે સભ્યોએ કોંગ્રેસ પર પ્રહારો કરી માહોલ ગરમ કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે જયારે ચર્ચાના અંતે જવાબ આપવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉભા થયા ત્યારે જેની સંભાવના હતી તેમ તેઓએ તેમના સ્વભાવ પ્રમાણે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ગેરહાજરીમાં પ્રહારો કરી આક્રમક બેટિંગ કરી હતી. પ્રારંભમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ વતન છોડી કોરોના માહોલ વચ્ચે જયાં કેસ જોવા મળ્યા છે તેવા રાજસ્થાનમાં જયપુરમાં ગયો છે. ત્યારે તેઓમાંથી કોઈને ચેપ લાગી જાય તો ? આ સંભાવનાને લઈ કોંગ્રેસના સભ્યો પરત આવે તો તમામને આઈસોલેશન વોર્ડમાં બે સપ્તાહ માટે રાખી મતદાતાથી પણ અલગ રાખવા જોઈએ.
જયારે ના.મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજયની સાડા છ કરોડની પ્રજાના સ્વાસ્થ્યની જવાબદારી અમારી છે ત્યારે કોંગ્રેસના સભ્યો પણ તેમાં આવી જાય છે અને તેઓ ત્યાં ગયા છે તો તેમને પરત આવી જવું જોઈએ. અમે બધા કહેતા હોતો હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઈ-મેલ કરી વિનંતી કરૂં કે તેમને ત્યાંથી પરત મોકલે. ના હોય તો આપણે ડોકટરની એક ટીમ ત્યાં મોકલીએ અથવા તેઓ પરત ફરે એટલે બોર્ડર પર તેઓ બધાની સઘન તપાસ કરી સહી સલામત હોય તો જ રાજયમાં પ્રવેશ કરવા દેવાય તેમ કરવું જોઈએ.

કોંગ્રેસની ગેરહાજરીમાં સરકારની કામગીરી સામે BJPના જ સભ્યોના પ્રશ્નો !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
વિધાનસભામાં આમ તો સરકારની કામગીરી અંગે વિરોધ પક્ષ કોંગ્રેસ મુદ્દા ઊઠાવી પ્રહારો કરતું હોય છે અને સામે પક્ષે સરકાર તરફથી મંત્રીઓ રપ વર્ષથી ભાજપની સરકારમાં લોકોના પ્રશ્ન હલ થયા અને વિકાસની વાતો કરવામાં આવતી રહે છે. ત્યારે આજે કોંગ્રેસની ગેરહાજરીમાં માગણી પરની ચર્ચાના દિવસ દરમિયાન ભાજપના સભ્યોએ જે સંબોધનો કર્યા અને અંતે મંત્રીને પ્રશ્નો પૂછ્યા તેમાં સરકારને અભિનંદનો બાદ અંતે તો ઘણા વિસ્તારોના પ્રશ્નો તેઓએ રજૂ કર્યા હતા અને તેમાંના મોટાભાગના ટલ્લે ચડેલા ઉકેલ વિનાના હતા. જેના પરથી જણાઈ આવતું હતું કે, સરકારની કામગીરી અંગે ખુદ સરકાર પક્ષના જ ધારાસભ્યો સવાલ ઊઠાવી રહ્યા હતા. ગૃહમાં આજે શહેરી વિકાસ, સામાન્ય વહીવટ, સિંચાઈ-ભૂમિ સંરક્ષણ વગેરે વિભાગની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યોએ તેમના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા હતા. આમ તો મોટાભાગે સરકારની કામગીરીની વાહ-વાહી જ થતી હોય છે. પરંતુ આજે વિપક્ષની ગેરહાજરીમાં કેટલાક ધારાસભ્યોએ તેમના પેન્ડિંગ પ્રશ્નો અંગે રજૂઆત કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. જેમાં નવસારી વિસ્તારના બ્રિજ અંગેનો પ્રશ્ન જેની ત્રણ વર્ષથી પરમિશન મળતી નથી, તે પિયુષ દેસાઈએ રજૂ કર્યો હતો. જગદીશ વિશ્વકર્મા અને સુરતના એક સભ્યે મ્યુનિ. તંત્ર એટલે કે શહેર-વિકાસ અને સિંચાઈ વિભાગ બંને વચ્ચે અટવાયેલા તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં અમદાવાદની ખારીકટ કેનાલનો અને સુરતનો તાપી નદી પરના રિવરફ્રન્ટનો પ્રશ્ન લંબાઈ રહ્યો છે. આ મુદ્દે ડે.સીએમએ કોઈ એક વિભાગને સોંપી કામ ઝડપી કરાવવાની ખાતરી આપી હતી. એ જ રીતે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશએ બાયપાસની યોજના ટલ્લે ચડી હોવાનો પ્રશ્ન, તો સંગીતા પાટીલે સુરતના લિંબાયતને જોડતા પૂલ અંગેનો પ્રશ્નમાં નાણાનો અભાવનો પ્રશ્ન રજૂ કર્યો હતો. આ ઉપરાંત રાકેશ શાહ, હિતુ કનોડિયા, જેઠા ભરવાડ, ડૉ. આશા પટેલ, મહેશભાઈ સહિતનાઓએ પણ પ્રશ્નો રજૂ કર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.