Ahmedabad

ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોથી નારાજ કોળી સમાજ મોરચો માંડે તેવા એંધાણ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૦
રાજ્યમાં વધુ એક મોરચો સરકાર સામે ખુલે તેમ જણાય છે. જો કે આ મોરચો ભાજપની સાથે સાથે કોંગ્રેસ સામે પણ ખુલે તેવી શક્યતાઓ જોવાય છે. કોળી સમાજને રાજકીય પક્ષો દ્વારા અન્યાય કરાતો હોવાની લાગણી સાથે આજે કોળી સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય લેવલની આ બેઠકમાં પંદર જેટલા રાજ્યોના સમાજના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો સમક્ષ અન્યાય અંગે રજૂઆત કરવાનો અને ન્યાય ન મળે તો આંદોલનનો માર્ગ અખત્યાર કરવાનો સૂર વ્યક્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ તરફથી અન્યાય થતો હોવાની લાગણી સાથે આજે કોળી સમાજની અમદાવાદમાં મળેલી બેઠકમાં કોળી સમાજને થયેલા અન્યાય અંગે રાજકીય પક્ષોને પત્ર લખીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે બંને પક્ષમાં રહેલા કોળી સમાજના નેતાઓને એક મંચ પર લાવી કોળી સમાજને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે માટે શુ કરવુ જોઇએ ? તે દિશામાં પણ પ્રયત્નો હાથ ધરવા તથા આવનારા દિવસોમાં કોળી સમાજનુ સંગઠન પણ બનાવવા નિર્ણય લેવાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
રાજકીય ૫ક્ષો કોળી સમાજને વોટ બેંક ન સમજે પરંતુ રાજકીય ક્ષેત્રે વ્યવસ્થિત સ્થાન આપે તે દિશામાં કોળી સમાજે પ્રયાસ કરવાનું નક્કી કર્યુ છે. કોળી સમાજનું માનવું છે કે અનેક ધારાસભ્યો તેમના સમાજમાંથી ચૂંટાયા છે. તેમ છતા તેમને સારૂ સ્થાન કે પ્રધાનપદ નથી મળ્યું. વિરોધપક્ષના નેતા તરીકે પણ બાવળીયાની નિમણૂંક નહીં કરીને અવગણના કરી છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં મળેલી કોળી સમાજની બેઠકમાં આ અન્યાય અંગે ચર્ચા કરાઇ હતી.દેશભરના પંદરેક રાજ્યોના કોળી સમાજના અગ્રણીઓ આ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. બેઠકમાં ભાગ લેવા આવેલા આગેવાનોએ કોળી સમાજને અન્યાય થતો હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. સાથે જ કોળી સમાજને ન્યાય નહીં મળે તો આંદોલનનો પણ સૂર વ્યકત કર્યો હતો. આગામી દિવસોમાંર્ ંમ્ઝ્ર સમાજ અને કોળી સમાજનું સંગઠન બનાવામાં આવશે.
સંમેલન બાદ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, આક્રોશ વ્યક્ત કરવાના ઘણા રસ્તા હોય છે. અત્યારે સમાજના આગેવાનોએ સાથે મળીને ચર્ચા કરી છે. હવે બંને ૫ક્ષોને અમારી લાગણી ૫હોંચાડવામાં આવશે. ૫છી સમાજની સાથે મળીને કઇ રીતે આક્રોશ વ્યક્ત કરવો તેની રણનીતિ નક્કી કરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.