National

ભાજપ નેતા સૂરજ પાલ અમુના બોલ બગડ્યા….પદ્માવત ટીવી ડિબેટમાં ન્યૂઝ એન્કરને ‘‘બેબી’’ કહી

મહિલા આયોગે અમુનો ખુલાસો માંગ્યો
(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભાજપના આખાબોલા નેતા સૂરજ પાલ અમુના ફરી એકવાર બોલ બગડ્યા. પદ્માવત અંગે ટીવી ડિબેટમાં ભાજપના નેતા અમુએ ટીવી એન્કરને બેબી કહી સંબોધી. આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે અપમાનજનક ટિપ્પણી માટે અમુને પૂછપરછ માટે બોલાવ્યા છે.
બુધવારે એક લાઈવ ટીવી શોમાં સૂરજપાલે ટીવી એન્કરને બેબી તરીકે સંબોધતા એન્કરે ચેતવણી આપી હતી કે, આ શબ્દ બરાબર નથી. હવે તમે આવું નહીં બોલો. શા માટે કરણી સેના દેશમાં ગુંડાગીર્દી પર ઉતરી છે ? ત્યારે ભાજપના નેતા ગુસ્સે થયા અને કહ્યું…ચૂપ થા શટઅપ આમ આવા અપમાનજનક શબ્દો બદલ એન્કરે અમુને માફી માંગવા કહ્યું પરંતુ અમુએ માફીનો ઈન્કાર કર્યો. એન્કરને વર્તન સુધારવાની સલાહ આપી.
ડિબેટ દરમ્યાન સૂરજપાલ અમુ કરણી સેના દ્વારા પદ્માવત સામેના દેશભરની હિંસક દેખાવોને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરતા હતા. જે રપ જાન્યુઆરીએ રજૂ થઈ છે. શાળાની બસ પર દેખાવકારોના હુમલાને સૂરજપાલે વખોડ્યો હતો અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જો બાળકોને ઈજા થઈ હોત તો અમે અમારી જાતને માફ ન કરતા. રાજપૂતોની લાગણીઓ દુભાવતી ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
અગાઉ ભાજપ નેતા અમુએ પદ્માવત ફિલ્મની અભિનેત્રી દિપિકા પદુકોણ અને ડાયરેક્ટર સંજય લીલા ભણશાલીનું માથું લાવનારને ૧૦ કરોડના ઈનામની જાહેરાત કરી હતી. અમુના આ નિવેદન બાદ ભાજપે તેમને મીડિયા કન્વીનર પદેથી મુક્ત કર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.