Gujarat

ભાજપ શાસિત પાલનપુર પાલિકાનું વધુ એક કૌભાંડ : કલેક્ટરને રજૂઆત

(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૮
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. શહેરના જૂના લક્ષ્મીપૂરાથી શાંતિનિકેતન સોસાયટી સુધીના સીસી રોડમાં રૂ.૬૮.૯૯ લાખની ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો સાથે પાલિકાના જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની લેખિત રજૂઆત પાલિકાના વિપક્ષના નેતાએ કરતા ચકચાર મચી જવા પામી છે. વિવાદોની પર્યાય બનેલી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા વધુ એક વખત અખબારોની સુરખિયા બટોરી રહી છે. પાલનપુર પાલિકાના વિપક્ષના નેતા અમૃત જોશીએ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆત મુજબ, શહેરના જૂના લક્ષ્મીપુરાથી શાંતિનિકેતન સોસાયટી સુધીનો સીસી રોડ મંજૂર થયો હતો. જેની એસ્ટીમેન્ટની રકમ રૂ.૮૧,૪૨,૪૬૩ હતી. ઉક્ત રોડના કોન્ટ્રાક્ટર તથા પેમેન્ટની ચૂકવણીની નોંધમાં સહી કરનાર એન્જિનિયર, ચીફ ઓફિસર, બાંધકામ સમિતિના ચેરમેન, પ્રમુખ-ઉપપ્રમુખ અને શાર્પ ઈન્ફ્રાઝોનના મેળાપીપણાથી બોગસ બિલ બનાવી રૂ.૯૧,૮૩,૩૪૬નું બિલ બનાવ્યું હતું. જેમાં રૂ.૬૮,૯૯,૨૦૧/૮૪નું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ રોડની કામગીરી દરમિયાન, વરસાદી પાણીની પાઈપલાઈન, મેઈન હોલ ચેમ્બર, મેટલિંગ અને સીસી રોડની કામગીરીમાં ખોટું માપ અને ખોટો ભાવ ભરી મસમોટું કૌભાંડ આચરાયું હોવાનું જણાવી વિપક્ષના નેતાએ જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાની માંગ કરતા ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.