ગાંધીનગર, તા.ર૭
રાજ્યના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં ગૌચર વિનાના ગામોની સંખ્યા ૧૦૩ જેટલી છે ત્યારે મુંગા પશુઓના ચારિયાણ માટે આ ગામોને ગૌચરની જમીન પણ સરકાર ફાળવતી નથી જ્યારે ઉદ્યોગપતિઓને બખ્ખા કરાવવા પાણીના ભાવે જમીન પધરાવી દીધી છે. ભાજપ સરકારે પ.૦પ કરોડ ચો.મી. જમીન અદાણીને પાણીના ભાવે આપી દીધી છે. તેવો સણસણતો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પ્રશ્નોત્તરીમાં કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન માટે ફાળવેલી જમીન મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો જેમાં જવાબમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે પ,૦પ,૦૧,૯૭૭ ચો.મી. જમીન સરકારે વેચાણથી આપી દીધી છે.
આ મુદ્દે શૈલેષ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે પાંચ ઉદ્યોગપતિઓની ભાજપ સરકારે મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. માટે અંદાણી કંપનીને કરોડો રૂપિયાની કિંમતની પ,૦પ,૦૧,૯૭૭ ચો.મી. જમીન રૂા.ર પ્રતિ ચો.મી.થી લઈ રૂા.૩૪ પ્રતિ ચો.મી.ના ભાવે વેચાણથી આપી દીધી છે ત્યારે ગરીબોના હમદર્દ અને સૌનો સાથની વાતો કરતી ભાજપ સરકાર ગરીબોને ઘરથાળના પ્લોટ ફાળવવામાં ઠાગાઠૈયા કરે છે જ્યારે બીજી બાજુ કરોડો રૂપિયાની કિંમતી જમીન પાણીના ભાવે ખાનગી કંનનીને વેચી રહી છે. જો કે પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર મૂંગા પશુઓના ચારિયાણ માટે કચ્છમાં ગૌચર વિનાના ૧૦૩ ગામોને ગૌચરની જમીન ફાળવતી નથી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને લીલાલહેર કરાવવા ભાજપ સરકાર કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે પધરાવી દે છે.
સરકારે અદાણીને કઈ જમીન કયા ભાવે ફાળવી ?
ભાજપ સરકારે અદાણીને પ.૦પ કરોડ ચો.મી. જમીન પાણીના ભાવે પધરાવી છે ત્યારે અદાણીને પધરાવેલી કઈ જમીન કેટલા ભાવે પધરાવી તેની વિગત અત્રે કોષ્ટમાં રજૂ કરાઈ છે.
ક્રમ ફાળવેલી જમીન ચો.મી. કયા ભાવે (પ્રતિ ચો.મી.)
૧ ૭૭૦૧૧૮ રૂા.૮.પ૦
ર ૧૪૯૪ર૯ રૂા.૧૦
૩ ૪૪ર૧૩૪૮ રૂા.ર.પ૦
૪ ૮પ૩૮૯૧ રૂા.૪
પ ૧૪૯૪૦પ૦ રૂા.૮
૬ ૭૩૯૩૮૦ રૂા.૮
૭ ૧ર૦૦૭પપ રૂા.૮
૮ ૧૮૯રપ૯પ રૂા.૧૦
૯ ર૭૦૧પ૧ રૂા.૧૦
૧૦ ૪૦૬૯૧પ રૂા.૪
૧૧ ૭૩૩પ૧૮ રૂા.ર
૧ર ૯૩૪૮ર૯ રૂા.૪
૧૩ ૧૪પર૭૬પ રૂા.૪
૧૪ ૪૧૯૦૬૩ રૂા.૮
૧પ ૭૮ર૩૮૪ રૂા.૮
૧૬ રર૬૬રપ૦ રૂા.૬
૧૭ ૪૮પ૭પ૧૩ રૂા.રપ
૧૮ ૧૩૦૦પ૦૧ રૂા.૮
૧૯ ર૦ર૩પ૦ રૂા.૧૦
ર૦ ર૧૭૦૧૬ રૂા.૧૦
ર૧ ૧૦પ૦૧૯૩ રૂા.રપ
રર ૧૭૬પ૧૪પ રૂા.ર.પ૦
ર૩ ૪૦૪૭૦ રૂા.રપ
ર૪ ૧૪૧૬૪૧ રૂા.રપ
રપ ૯રર૭૧૬ રૂા.રપ
ર૬ ૬૦૭૦પ૦૦ રૂા.રપ
ર૭ પ૧૪૮૯૯૮ રૂા.૬.પ૦
ર૮ ૧૪૪૭૮૧૪ રૂા.૬.પ૦
ર૯ ૬પરર૭૪ રૂા.૧૦.પ૦
૩૦ ૩૪ર૩૭૬ર રૂા.૧૦.પ૦
૩૧ ર૮૯૩૬૧ રૂા.૩૪
૩ર ૧૬૧૮૮૦ રૂા.૩ર
૩૩ ૪૦રર૪૦ર રૂા.૧૧