(એજન્સી) તા.૫
એ વાત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે ઉ.પ્ર.ના રાશીદ અને પિંકી જેવા પ્રેમી યુગલોને માત્ર પોતાના જ પરિવાર, સમાજ અને ડઝન જેટલા હિંદુ સંગઠનો સામે જ લડવું પડતું નથી પરંતુ ઉ.પ્ર.ના યોગી આદિત્યનાથની સરકારની તાકાત સામે પણ લડવું પડે છે. રાશીદ અને પિંકી એવા યુગલો પોતાના પ્રેમને જાહેરમાં માત્ર અભિવ્યક્ત કરતાં નથી પરંતુ મીડિયા, અદાલતો, લોકઅપ, હોસ્પિટલમાં પણ આ મુદ્દે સરકારને પોતાને મળતી ધમકીઓ બદલ વખોડે છે. આખરે પિંકી મુરાદાબાદમાં રાશીદના ઘરે પરત આવે છે, રાશીદ અને તેના ભાઇ સુલેમાનને જેલમાંથી છોડી મૂકવામાં આવે છે. તેમના માતા પિતા તેમને આવકારે છે, ત્યારે ઉ.પ્ર.ના યુગલોએ એક વાત જાણી લેવી જોઇએ કે આખરે તેમનો જ વિજય થાય છે. આમ ભારતના બાગીઓ અને તેમની પ્રણયગાથાઓનો અંતે વિજય થાય છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે સરકારો આ યુગલોના પ્રણયનું જાણે મોનિટરીંગ કરે છે અને પોતાના કાયદાઓને વધુ કડક બનાવવા માટે તેમાં સતત સુધારા કરે છે પરંતુ પ્રેમ તેની સામે ઝઝૂમે છે એ વાત હવે પુરવાર થઇ ગઇ છે. એટલું જ નહીં આ પ્રેમી યુગલોને સમુદાયોમાં, વિવિધ વર્ગોમાં કોચિંગ સંસ્થાઓમાં સલુન ખાતે કાર્યસ્થળે અને નાના શહેરોમાં તેમનો પ્રેમ પાંગરે છે અને સદીઓથી તેમના પર જે સરહદો ઊભી કરવામાં આવી છે તેને તેઓ ફગાવી દે છે અને આમ ભારતના બાગીઓ અનેક પ્રકારના વિદ્રોહમાં ચમકી ઊઠે છે. આજની સ્થિતિ જૂની ફિલ્મ કયામતસે કયામતની યાદ અપાવે છે. ૧૯૮૮માં રિલીઝ થયેલી આ ફિલ્મ દ્વારા એ વાત પ્રતિપાદિત થાય છે કે પ્રેમનો વિજય થાય છે અને આજે પણ પ્રેમ અને જેહાદના નામે સરકાર અને અન્ય સંગઠનો પ્રેમી યુગલોની કડક કાયદાઓ દ્વારા કનડગત કરે છે. (સૌ. : ઈન્ડિયન એક્સપ્રેસ)