Muslim Freedom Fighters

ભારતના મહત્ત્વના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી

દેશની આઝાદીના મુસ્લિમવીરો

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો સ્વતંત્રતા સંગ્રામ છે. ભારતના નેતાઓને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવવામાં લગભગ ૯૦ વર્ષ લાગ્યા હતા. વિવિધ જાતિઓ અને રજવાડાઓના શાસકોએ સમયાંતરે બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હોવા છતાં તેમનો બળવો અમુક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ન હતો. પ્રથમ મોટો બળવો જે સમગ્ર ભારતીય મુખ્ય ભૂમિમાં એકસાથે થયો હતો તે ૧૮૫૭નો બળવો હતો જ્યારે ભારતના મોટાભાગના ઉત્તરીય ભાગમાં બહાદુર શાહ જાફરના બેનર હેઠળ એક થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં કરવામાં આવી હતી અને ૧૯૦૫માં (બંગ ભંગ ચળવળ) સાથે રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાની એક વિશાળ લહેર શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને અંતે, ભારતે ૧૯૪૭માં તેની સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. સમાજના લગભગ દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી, ભારત સરકારે લગભગ દરેક વ્યક્તિના યોગદાનને સન્માનિત કર્યું હતું. ઇસ્લામ એ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે અને સ્વાતત્રતા પહેલાના વર્ષો દરમિયાન હજારો મુસ્લિમો હિંદુઓ સાથે મળીને લડ્યા હતા પરંતુ સમય જતાં, મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ ઇતિહાસ તેમજ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે પણ મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવે છે. આઝાદીના ૭૦ વર્ષ પછી, જો આપણે ભારતના ત્રણ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈને પૂછીએ, તો મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પણ અશફાકુલ્લા ખાન, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય કેટલાક નેતાઓ જેવા માત્ર કેટલાક નેતાઓને આવરી લેવામાં આવ્યા છે.
જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ભાગ્યે જ કેટલીક વેબસાઇટ્‌સ હતી જે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની વિગતવાર યાદી આપે છે અને વિકિપીડિયા પેજ પણ જ્યારે મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ માટે સર્ચ કરવામાં આવે ત્યારે કોઈ પરિણામ દર્શાવતુ નથી. તો હવે સવાલ એ થાય છે કે આ માટે કોઈ ચોક્કસ ડેટા કેમ નથી અથવા એ સાચું છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોનું યોગદાન ઘણું ઓછું છે ?
મેં ભારતીય સ્વતંત્રતા ચળવળને લગતી વિવિધ યાદીઓ, વેબસાઇટ્‌સ, પુસ્તકો અને સામયિકો શોધવાનું શરૂ કર્યું અને અંતે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની યાદી સામે આવી હતી. હું આશા રાખું છું કે આ લેખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમોના યોગદાન વિશેની ખોટી દંતકથાઓને રદિયો આપશે અને જેઓ સ્વતંત્રતા ચળવળને ધર્મ અને જાતિના લેન્સથી પણ જુએ છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે.
સૈયદ અલ્લાઉદ્દીન હૈદર (મૌલવી અલ્લાઉદ્દીન)
મોટાભાગના ભારતીયો માને છે કે આઝાદીનું પ્રથમ યુદ્ધ માત્ર ઉત્તર ભારત પૂરતું જ સીમિત હતું પરંતુ આ વાત ખોટી છે. ભારતના દક્ષિણ ભાગમાં પણ ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામો થયા હતા અને આવો જ એક સંઘર્ષ હૈદરાબાદમાં મૌલવી અલ્લાઉદ્દીનના નેતૃત્વમાં થયો હતો. મૌલવી અલ્લાઉદ્દીનનો જન્મ ૧૮૨૪માં વર્તમાન તેલંગાણા રાજ્યના નાલગોંડા જિલ્લામાં થયો હતો. તેમણે હૈદરાબાદમાં મક્કા મસ્જિદના ઉપદેશક અને ઈમામ તરીકે કામ કર્યું હતું. તેમણે બ્રિટિશ દળો પર હુમલો કરવાનું નક્કી કર્યું અને જ્યારે અંગ્રેજોએ જમીનદાર ચીદા ખાનની ધરપકડ કરી અને તેમને હૈદરાબાદની રેસિડેન્સી બિલ્ડિંગમાં બંધ કરી દીધા હતા ત્યારે ૧૭મી જુલાઈ ૧૮૫૭ના રોજ નમાઝ પછી, મૌલવી અલ્લાઉદ્દીને તેના મિત્ર તુરેબાઝ ખાન અને અન્ય ૩૦૦ સ્વાતંત્ર્ય સેનાની સાથે બ્રિટિશ રેસિડેન્સી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલો નિષ્ફળ ગયો કારણ કે મંત્રી સાલાર જંગે મૌલવી અને તેના મિત્ર સાથે દગો કર્યો અને અંગ્રેજોનો પક્ષ લીધો હતો.
મૌલવી અલ્લાઉદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આંદામાન સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા (જે કાલા પાની તરીકે પણ ઓળખાય છે). તે લગભગ ૩૦ વર્ષ જેલમાં રહ્યા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું. કાલા પાનીમાં સજા પામેલા અને દેશનિકાલ કરાયેલા તે પ્રથમ કેદી હતા.
વર્ષ ૨૦૦૫ માં વોઈસ ઓફ તેલંગાણા (ર્ફં્‌)એ લોકસભા સચિવાલય (ન્.જી.જી)નો સંપર્ક કર્યો અને સંસદ સંકુલમાં મૌલવી અલ્લાઉદ્દીનની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરી હતી. પરતું ન્જીજીએ જવાબ આપ્યો કે સંસદ સંકુલમાં જગ્યાના અભાવને કારણે વધુ પ્રતિમાઓ પર વિચાર કરવામાં આવશે નહીં. પરંતુ આરટીઆઈ ક્વેરીથી જાણવા મળ્યું છે કે સંસદ સંકુલમાં ૨૦૦૫થી ૨૦૦૯ વચ્ચે ૧૪ પ્રતિમાઓ અને ૧૬ પોટ્રેટ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
(સૌ.ઃ નોલેજ ઓફ ઇન્ડિયા.કોમ)