International

ભારતની પરમાણુ ક્ષમતા પર નરેન્દ્ર મોદીના વિધાનો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ : પાકિસ્તાન

(એજન્સી) તા.૨૪
પાકિસ્તાને ભારતની પરમાણુ ક્ષમતા અંગે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેેલા વિધાનો સામે વાંધો ઉઠાવ્યો છે અને તેમના આ વિધાનોને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે અને જણાવ્યુ છે કે આ પ્રકારની પરમાણુ અસ્થિરતા રોકવાની જરુર છે.પીએમ મોદીએ અગાઉ ૨૭ ફેબ્રૂ.ની ઘટનાના સંદર્ભમા દેશની પરમાણુ ક્ષમતા તરફ ઇશારો કર્યો હતો.
પાકિસ્તાન વિદેશ વિભાગ તરફથી પીએમ મોદીના વિધાન પર ઉગ્ર પ્રતિક્રિયા આવી છે.મોદીએ ૨૭ ફેબ્રુ.ની રાત્રીને ભારત તરફથી મિસાઇલ સબંધીત ધમકી આપીને કતલકી રાતનો જે સંદર્ભ આપ્યો હતો તે અંગે વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયુ હતુ કે આ સ્પષ્ટપણે ભારતીય અધિકારીઓ તરફથી જણાવવામા આવેલ સ્થિતિનો વિરોધાભાસ છે જેમા એવુ દર્શાવવાની કોશિષ કરવામા આવી રહી હતી કે ભારત કોઇ પણ પ્રકારનું યુદ્ધ ઇચ્છતી નથી પરંતુ પાકિસ્તાન આ રીતે વોર હિસ્ટીરીયા ફેલાવવાની કોશિષ કરી રહ્યુ છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમા ગુજરાતના પાટણમાં યોજાયેલ એક રેલીમા ૨૭ ફેબ્રુ.ના રોજ ભારતના વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાનમાં પકડી લેવામાં આવેલ ધરપકડની ઘટનાનો ઉલલેખ કર્યો હતો.વડા પ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે જ્યારે પાકિસ્તાની સેનાએ વિંગ કમાન્ડરને પકડી લીધા હતા ત્યારે તેમને ચેતવણી આપવામા આવી હતી.
પીએમ મોદીના શબ્દોમાં કહીએ તો પાકિસ્તાનને એવી ચેતવણી આપવામા આવી હતી કે જો અમારા પાયલોટને કઇ પણ થશે તો તમે દુનિયાને એવુ બતાવતા ફરશો કેે મોદીએ તમારી સાથે શું કર્યુ છે.પીએમ મોદીએ અહીં અમેરીકાના એ દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમા એવુ જણઆવાયુ હતુ કે ૨૭ ફેબ્રુ.ભારતની ૧૨ મિસાઇલો પાકિસ્તાન પર હુમલો કરવાની તૈયારીમા હતુ.પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીજા દિવસે એવુ કહ્યુ હતુ કે મોદીએ ૧૨ મિસાઇલો તૈયાર રાખી છે અને પાકિસ્તાન પર હુમલા થઇ શકે છે. જો આવુ થશે તો સ્થિતિ વધુ વણસશે.ત્યાર બાદ પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાને સાંજે એવી જાહેરાત કરી હતી કે તેઓ પાયલટ અભિનંદનને પરત મોકલશે.પીએમ મોદીએ એવો દાવો કર્યો હતો કે તે પાકિસ્તાન માટે કતલની રાત થનાર હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.