National

ભારતમાં કોવિડ-૧૯ની વેક્સિન તૈયાર થાય તે પહેલાં આ પાંચ બાબતોનું આગોતરૂં આયોજન કરવું અનિવાર્ય

 

(એજન્સી) તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કોવિડ-૧૯ની વેક્સિન જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે તેનું પ્લાનિંગ કેવું હશે તેની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક રચી હતી. કોવિડ-૧૯ની વેક્સિન તૈયાર થાય તે પહેલા ભારતે ૫ાંચ બાબતોની આગોતરી અને અત્યારથી તૈયારી કરવાની જરુર છે. આ પાંચ બાબતો નીચે મુજબ છે.
૧. આપણે જાહેર અને ખાનગી સેક્ટર્સ બંનેમાં ઉપલબ્ધ તમામ હેલ્થ કેર પ્રોવાઇડર્સ તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓ, ભૌગોલિક અને વહીવટી વિસ્તારો અને વહીવટદારોની એક સચોટ ડીરેક્ટરી તૈયાર કરવી જોઇએ. વેક્સિનનું વિતરણ અને ડિલિવરીનું આયોજન કરવા તેમજ મોનિટરીંગ કરવા આ ડીરેક્ટરીની જરુર પડશે.
૨. ડીરેક્ટરી સાથે સંપૂર્ણ વસ્તી ગણતરી વેક્સીનની જરૂરિયાત નક્કી કરવામાં, ભૌગોલિક લક્ષ્યાંકો નિર્ધારીત કરવામાં તેમજ વેક્સિનના શિડ્યુલને તૈયાર કરવામાં અને કવરેજનું મોનિટરીંગ કરવામાં મદરરૂપ રહેશે.
૩. આપણે ફેક્ટરીથી લઇને સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી અને આખરે વેક્સિનના લાભાર્થી સુધી વેક્સિન ટ્રેક કરવાની એક સિંગલ સિસ્ટમ ઊભી કરવી પડશે કે જેથી કોઇ વિસંગતતાને અવકાશ રહે નહીં.
૪. ભારતે ઉપર મુદ્દા નં.૧,૨ અને ૩માં દર્શાવેલ તમામ ડેટાનું ડિજીટિલાઇઝેશન કરવું પડશે. આપણે જાહેર ઉપયોગ માટે વેક્સિનનું પ્રથમ વાયલ ઉપલબ્ધ થાય તે પહેલા આપણે સંપૂર્ણપણે ડિજીટલ સિસ્ટમ વિકસાવીને તેનું પરીક્ષણ કરવું પડશે.
૫. આપણે કોલ્ડ ચેઇન જાળવવા ઉપરાંત તમામ ફ્રંટ લાઇન વેક્સિનેટર માટેના ડેટા અને મોબાઇલ ફોનની વિગતો જાળવવા માટે માનવ હાર્ડવેર અને માળખાગત જરુરી સંસાધનો સમયસર પ્રાપ્ત કરવા પડશે. આ ઉપરાંત પ્રાથમિક સ્તરે વેક્સિનને કારણે કોઇ આડ અસર થાય તો તેની સાથે કામ લેવા માટે હેલ્થ પ્રોવાઇડર્સને તાલીમ આપવી પડશે અને જુદી જુદી ભાષામાં લાભાર્થીને શૈક્ષણિક અને જનજાગૃતિ સામગ્રી ઉપલબ્ધ કરવી પડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.