International

ભારતમાં મહિલા પોલીસ અધિકારીઓને પુરૂષોની સમકક્ષ કામગીરીની તક આપવામાં આવતી નથી

હજુ પણ પુરૂષપ્રધાન પોલીસ તંત્રમાં મહિલાઓને ઘોર અન્યાય થઇ રહ્યો છે

(એજન્સી) તા.૧૦
ભારતમાં અત્યાર સુધી જેમાં પુરૂષોનું આધિપત્ય જોવા મળ્યું છે એવા પોલીસ તંત્રમાં હવે વર્દીધારી મહિલાઓનો પ્રવેશ વધી રહ્યો છે. સમાજશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક ટમ્પા મુખરજીના શબ્દોમાં કહીએ તો મહિલાઓ હવે પુરુષ પ્રધાન વ્યવસાયમાં પગપેસારો કરી રહી છે.
ખાસ કરીને પોતાની શૈક્ષણિક લાયકાત, કાનૂની જોગવાઇઓ અને બદલાતા સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા મહિલાઓ આઇપીએસ અને તેનાથી નીચલા સ્તરે પોલીસતંત્રમાં પ્રવેશ કરી રહી છે. તેમ છતાં હજુ એ બાબતે વિવાદ છે કે ભારતે પુરુષોની સમકક્ષ ફરજો અને તકો આપીને મહિલાઓનું સુગ્રથિત પોલીસ મોડલને અનુસરવું જોઇએ કે કેમ અથવા તો માત્ર મહિલાઓ અને બાળકો સાથે કામ લેવા પૂરતું લૈંગિક મોડલને અનુસરવું જોઇએ ?
ટમ્પા મુખરજીના વડપણ હેઠળ ‘વિમેન ઇન પોલીસ ઇન ઇન્ડિયા : એ જર્ની ફ્રોમ પેરીફેરી ટુ કોર’ પર એક વિદ્વતાપૂર્ણ નવો અભ્યાસ આ મુદ્દે હાથ ધરવામાં આવ્યો છે. આ અભ્યાસના લેખકનું માનવું છે કે આઇપીએસમાં મહિલાઓ ઇન્ટિગ્રેટેડ મોડલના લાભ મેળવી શકે છે પરંતુ અધિનસ્થ મહિલા પોલીસદળને અપરાધ, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક પેટ્રોલિંગ અને રાત્રી ફરજ જેવી સમાન તકો આપવામાં આવતી નથી.
નેશનલ પોલીસ કમિશન તેમજ નેશનલ કોન્ફરન્સ ફોર વિમેન ઇન પોલીસ દ્વારા કરવામાં આવેલી ભલામણનો અમલ વહીવટી ઇચ્છાશક્તિના અભાવે ખોરંભે પડ્યો છે. મુખરજીએ પુરુષપ્રધાન બ્યુરોક્રેટીક અને રાજકીય નેતાગીરી દ્વારા મહિલા આઇપીએસ અધિકારીઓને થતાં ઘોર અન્યાયના બે ઉદાહરણો ટાક્યાં છે. ૨૦૦૭માં જ્યારે દિલ્હી પોલીસ કમિશનરના હોદ્દા પર જુનિયર વાય એસ ગડવાલને સુપર સીડ કરવામાં આવ્યાં ત્યારે ભારતના પ્રથમ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી. ગઇ સાલ તમામ માપદંડોની પૂર્તતા કરતાં હોવા છતાં દેશના વરિષ્ઠત્તમ આઇપીએસ અધિકારી વિના મિત્રાને સીબીઆઇ ડીરેક્ટનો હોદ્દો આપવામાં આવ્યો ન હતો. આમ ભારતમાં હજુ પોલીસ તંત્રમાં મહિલા અધિકારીઓને પુરૂષોની સમકક્ષ કામગીરી સોંપવામાં આવતી નથી અને હજુ પણ લૈંગિક ભેદભાવ જોવા મળે છે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

  (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
  Read more
  International

  ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

  (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
  Read more
  International

  ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

  (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.