Gujarat

ભાવનગર ખાતે ધાડ-લૂંટની કોશિશના ગુનામાં સાતેય આરોપીઓને પાંચ વર્ષની સજા

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૩૦
સાત વર્ષ પૂર્વે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, એક્સિસ બેંકમાંથી પૈસા લઈ નીકળનાર ગ્રાહક ઉપર ધાડ પાડી, લૂંટની કોશિશ કરનાર સાત શખ્સો સામે જે-તે સમયે ભાવનગર એલસીબીના પી.એસ.આઈ.એ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ભાવનગરની સેશન્સ અદાલતમાં ચાલી જતા સાતેય આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૭/પ/૧૧ના રોજ બપોરે આરોપીઓ આતીશ ધીરૂં રાઠોડ, વિજય ભાયા પરમાર (રહે. ભાવનગર), રમેશ વના ગોહેલ, રાજુ ઉકા મેર, રાજુ સામત ચાવડા (રહે. સીદસર), હનીફ જમાલ સોલંકી (રહે. ભાવનગર), મુકેશ ભગત મકવાણા (રહે. સોડવદરા)એ ભાવનગર શહેરનાં વાઘાવાડી રોડ પર એક્સેસ બેંકમાંથી વધારે પૈસા લઈ નીકળનાર ગ્રાહક ઉપર ધાડ પાડી લૂંટ કરવા માટેનો ગુનાહિત ઈરાદો સેવેલો અને તે ઈરાદો બર લાવવા આરોપીઓએ બેઝબોલનાં ધોકા, મરચું, લાકડી, લોખંડના પાઈપ, છરી સાથે રિક્ષા તેમજ બાઈક ઉપર આવેલ. આરોપીઓએ યુદ્ધવીરસિંહ ઉર્ફે પિન્ટુભા ભરતસિંહને મારમારી લૂંટની કોશિશ કરી હતી. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રા બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો દસ્તાવેજી પુરાવા-૬ ધ્યાને લઈ ઉપરોક્ત તમામ સાતેય આરોપીઓને આઈપીસી કલમ ૩૯૯, ૪૦૦ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી પ્રત્યેક આરોપીઓને આઈપીસી કલમ ૩૯૯ અન્વયે પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા.ર,૦૦૦/-નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સજા, આઈપીસીની કલમ ૪૦૦ના ગુનામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સજા અને રૂા.ર,૦૦૦/-નો દંડ અને આરોપીઓ દંડ ન ભરે તો વધુ બે માસની સજા અદાલતે ફટકારી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.