Gujarat

ભિલોડાની ગૂમ વિદ્યાર્થિનીની જંગલમાંથી ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી

(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૯
ભિલોડા તાલુકાની વાંદીયોલ હાઈસ્કૂલમાં ધો.૧રમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની ૭ દિવસ પહેલાં સ્કૂલમાં ગયા પછી પામી હતી. જેની ટોરડા નજીકના જંગલમાં ગળેફાંસો ખાધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વાંદીયોલ હાઈસ્કૂલમાં ધો.૧રમા અભ્યાસ કરતી ધર્મિષ્ઠાબેન ભૂરજીભાઈ કટારા ખીલોડામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી હતી. જેસા દિ’ હાઈસ્કૂલથી ઘરે પરત ન ફરતા વિદ્યાર્થિનીના મામાએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગુરૂવારે ટોરડા ગામ નજીક આવેલ જંગલમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હોવાનું વનવિભાગના કર્મચારીના ધ્યાને આવતા ભિલોડા પોલીસે મૃતદેહને ભિલોડા હોસ્પિટલમાં ખસેડી મૃતદેહ નજીકથી મળી આવેલ બેગના આધારે મૃતક યુવતીના પરિવારજનોનો સંપર્ક કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને પુત્રીનો મૃતદેહ જોઈ ભાંગી પડ્યા હતા. ભિલોડા પોલીસ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ વિદ્યાર્થિનીના મૃતદેહનું મોતનું કારણ જાણવા માટે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે એડી નોંધી ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. ધો.૧રની વિદ્યાર્થિની ધર્મિષ્ઠાના પિતા અને પરિવારજનોએ તેમની પુત્રીની તેના પ્રેમીએ મોતને ઘાટ ઊતારી જંગલમાં લાશ લટકાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. સગીરાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ તે અંગે રહસ્ય ઘૂંટાયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.