(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
ભેસ્તાન રેલવે ફાયક નજીક ફાયર ફાઈટર અને બાઈક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. શહેરના ભેસ્તાન આવાસમાં રહેતા સલમાન શેખ (ઉ.વ.આ.૨૦) નાનાભાઈ સાથે કરિયાણાની દુકાન પર બાઈક લઈને અનાજ લેવા નીકળ્યો હતો. આ દરમિયાન તેનું બાઈક ફાયર ફાયટર સાથે અથડાયું હતું. જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિની ઈજાઓ પહોંચી હતી.