સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, એક મહિલા પોલીસ અધિકારી અને બીજી એક મહિલા દલિત મહિલાને બળજબરીથી ફ્લોર પર ખેંચી લઈ જતી જોઈ શકાય છે
(એજન્સી) તા.૩૧
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં દલિત સમુદાયની એક મહિલાને કલેક્ટર ઓફિસમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટના કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણી દરમિયાન બની હતી, જેના પગલે ચોમેર નિંદાનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, એક મહિલા પોલીસ અધિકારી અને બીજી એક મહિલાને આધેડ વયની દલિત મહિલાને ફ્લોર પર બળજબરીથી ખેંચીને લઈ જતી જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, જાહેર સુનાવણી દરમિયાન મહિલાએ કથિત રીતે હોબાળો મચાવ્યો હતો જેના કારણે અધિકારીઓએ તેને તેની જગ્યા પરથી હટાવી દીધી હતી. જો કે, તેના વિક્ષેપનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. મહિલાની ઓળખ હજુ સુધી અજ્ઞાત છે પરંતુ અધિકારીઓની કાર્યવાહીએ દેશભરમાં તીવ્ર લાગણીઓ જગાવી છે અને ઘણા લોકો આ ઘટનાની વિભાગીય તપાસની માંગ કરી રહ્યા છે. સિંગરૌલીના અધિકારીઓએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, જેના કારણે આ ઘટના પાછળના કારણો જાણવા મળ્યા નથી.