મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે જ્યાથી પથ્થરો આવશે તે મકાન તોડી પાડવામાં આવશે. આ શબ્દો એક ગરીબ મુસ્લિમ માણસના મકાનને તોડવામાં આવ્યું એ પછીના છે. આ વર્તન આવનારા સમય માટે સારી નિશાની નથી. ભારતીય જનતા પાર્ટી સંચાલિત રાજ્યમાં પહેલેથી જ એવી ઘટનાઓ બની રહી છે તે તેની એક નિશાની છે. આ પ્રધાનના શબ્દો પણ સ્પષ્ટ સંકેત આપે છે કે મુસ્લિમો પ્રત્યે રાજ્ય સરકારનું વલણ અને અભિગમ, ખાસ કરીને જો તેઓ આર્થિક રીતે પછાત વર્ગના હોય તો તે પક્ષપાત સાથેનું જ રહેશે. ડિમોલિશન એ મુસ્લિમ લોકો માટે ત્વરિત શિક્ષા આપવાનું એક સ્પષ્ટ કાર્ય છે, જ્યારે ઉજ્જૈનના પડોશમાં સાંપ્રદાયિક અથડામણ થઈ હોવાના કારણે આ ટોળા પર ‘પથ્થરમારો’ કરવાના આક્ષેપોની પણ હજુ તપાસ થઈ નથી. સંભવતઃ સમગ્ર સમુદાયને માટે આ એક સશક્ત સંદેશ છે કે, રાજ્ય સત્તા વિરુદ્ધ કોઈપણ અસંમતિ, અને કથિત હુમલાઓનો પ્રતિકાર કરવાના કોઈપણ પ્રયત્ન માટે આવી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ગૃહ પ્રધાન, જેમણે રાજ્યના પોલીસ અહેવાલો સાથે જણાવ્યું છે કે, ઉજ્જૈનમાં મુસ્લિમના ઘર પર કરવામાં આવેલી આ કાર્યવાહી ઉચિત છે અને તેને મુસ્લિમોએ ‘ચેતવણી’ તરીકે ગણવી જોઈએ.
ઈન્ડિયન એક્સપ્રેસના એક વિસ્તૃત અહેવાલ મુજબ, ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ)ના લોકોએ રેલી કાઢી હતી જે બેગમ બાગ વિસ્તારમાં પસાર થઈ ત્યારે કથિત રૂપે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પરિણામે પથ્થરમારો થયો હતો. આને કારણે ઉજ્જૈન જિલ્લા વહીવટીતંત્રે ૨૬ ડિસેમ્બરે મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. ભોગ બનનાર પૈકી અબ્દુલ રફીક પણ હતો, જેના મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી, અને તેના ૧૯ સભ્યોના પરિવારને બેઘર બનાવી દેવામાં આવ્યા હતા.
આ પરિવારને તેમના પાડોશી મીરાબાઈ નામના હિન્દુ ઘરના એક ઓરડામાં અસ્થાયી આશરો મળ્યો હોવાનું જાણવા મળે છે. તે બહાદુરી સાથે એ વાત પર સંમત થાય છે કે રફીકનું બે માળનું ઘર તોડી પાડવાનું પોલીસ પાસે કોઈ કારણ નથી. જે મકાન બનાવવા માટે ૩૫ વર્ષનો સમય લાગ્યો હતો, અને તે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નાના પ્લોટ પર હતો. તેને ૩૫ મિનિટથી ઓછા સમયમાં રાજ્યના વહીવટીતંત્ર દ્વારા સંચાલિત શક્તિશાળી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. રફીક કહે છે કે “પોલીસ બે મહિલાઓની શોધ કરી રહી હતી, જેની ઓળખ હિના અને યાસ્મિન તરીકે થઈ હતી, કારણ કે તેઓ બેજવાયએમની રેલીમાં મીરાની છત પરથી ૨૫ મી ડિસેમ્બરે વીડિયોમાં પથ્થરમારો કરતા જોવામાં આવ્યા હોવાના આક્ષેપમાં હતા. જો કે મીરા એક હિન્દુ છે, અને તેથી જ પોલીસે બાજુમાં આવેલા રફીકના ઘરમાં તોડફોડ ચાલુ કરી દીધી અને ૧૦ બાળકો સહિત તેમનો પરિવાર અમુક મિનિટમાં બેઘર થઈ ગયો હતોર્. બે બાળકોની માતા યાસમિન, જે દૈનિક વેતન પણ કામ કરે છે, તેની ધરપકડ કરવામાં આવી હતી અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અન્ય સત્તર આરોપીઓ સામે કડક એનએસએ હેઠળ ૧૦ કેસ નોંધાયા છે. સમાચારોના અહેવાલો અનુસાર, ત્રણ એફઆઈઆર નોંધાઈ છે – બેગમ બાગના રહેવાસી અબ્દુલ શાકિર દ્વારા; બીજેવાયએમના નવદીપસિંહ સિંહ રઘુવંશી દ્વારા; અને નજીકના ભારત માતા મંદિરના ટ્રસ્ટ દ્વારા, પોલીસ કહે છે કે તેમની પાસે માત્ર બેગમ બાગના રહેવાસીઓ વિરુદ્ધ જ પુરાવા છે. જિલ્લા કલેકટર અશિષસિંહે કહ્યું છે કે ડિમોલિશન ડ્રાઈવનો હેતુ એવા ગુનેગારો કે જેઓ પથ્થરમારો કરવા જેવા કામો કરે છે તેઓને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો હતો. તેમણે ઉમેર્યું હતું કે હીના અને યસ્મિન ખરેખર મીરાના ટેરેસ પરથી પથ્થરમારો કરી રહ્યા હતા, ત્યારે યાસ્મીન રફીકના ઘરે હતો, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બીજેવાયએમ સામેની ફરિયાદ અંગે કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી, તો ડીસીએ કહ્યું કે, “રહેવાસીઓએ એવો દાવો કર્યો હતો કે રેલીમાં રહેલા લોકો અપશબ્દો બોલ્યા હતા અને અપમાનજનક નારા લગાવ્યા હોવાથી અથડામણ શરૂ થઈ હતી, પરંતુ તેઓ હજી સુધી કોઇ કાર્યવાહી કરી શક્યા નથી કારણ કે તેમની પાસે કોઈ નક્કર પુરાવા નથી. જો કોઈ વિડિઓ તે સાબિત કરતું હોય તો તે અમારા ધ્યાનમાં લાવવામાં આવે તો પગલાં લેવા તૈયાર છીએ.” રાજ્ય સરકારે એવો દાવો કર્યો છે કે “સરકારી જમીન પરના ગેરકાયદેસર અતિક્રમણ” સામે “આખા રાજ્યમાં લેન્ડ માફિયાઓ સામે” મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, રફીકે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું મકાન એક નાના પ્લોટ પર હતું જે તેમને સરકાર દ્વારા જ ફાળવવામાં આવ્યું હતું. આ દરમિયાન, હિન્દુત્વ જૂથો દ્વારા મુસ્લિમ ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવાના બે અલગ અલગ પ્રયાસો બાદ એક દિવસ પહેલા સાંપ્રદાયિક તનાવ બાદ પોલીસે બુધવારે મધ્યપ્રદેશના બે જિલ્લામાં આશરે ૧૦૦ લોકોની ધરપકડ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ નિષિદ્ધ હુકમોની માંગ કરવામાં આવી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ, મધ્યપ્રદેશ પોલીસે દાવો કર્યો છે કે “આ મુસ્લિમ ધર્મસ્થાનને કોઈ નુકસાન થયું નથી.” તેમણે ઉમેર્યું હતું કે “બે જિલ્લામાં અનેક લોકો સામે ગુનો દાખલ કરાયો હતો અને ૨૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મંદસૌરના પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ ચૌધરીએ કહ્યું કે “આ ધર્મસ્થાનને કોઈ નુકસાન થયું નથી. પોલીસે તાત્કાલિક પગલા લીધા હતા અને જેઓ મુસ્લિમ ધર્મસ્થાનની ટોચ પર ચઢી ગયા હતા તેમને હટાવ્યા હતા, તેમની વિરુદ્ધ ધાર્મિક સ્થળના અપમાન અને કથિત તોડફોડ માટે ચાર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી,” મુસ્લિમો વિરુદ્ધ હિન્દુ જૂથો દ્વારા બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો હતો કે તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.” રાજ્યમાં પોલીસ અને ગૃહ પ્રધાન બંનેની જવાબદારી છે. ટોળા પર પથ્થરમારો અને ત્વરિત તોડફોડની કથિત તપાસ ન થતાં પોલીસે ભારતીય પોલીસ અધિનિયમ, ૧૮૯૪ ની કલમ ૨૩ (ગુના અને જાહેર ઉપદ્રવની કમિશન અટકાવવા અને જાહેર શાંતિ પર અસરકારક માહિતી એકત્રિત કરવામાં નિષ્ફળતા)નું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે રફીક અને તેના સમગ્ર પરિવારને બેઘર કર્યા છે પણ બેગમ બાગના વિસ્તારમાં કથિત રીતે ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા તેવા બીજેવાયએમની કૂચમાં આવેલા લોકોની સામે ઝડપી કાર્યવાહી ન કરીને મનસ્વી રીતે કાર્યવાહી કરી હતી. પોલીસ અધિનિયમની કલમ મુજબ કોઈપણ પ્રકારની શોભાયાત્રા દરમિયાન જાહેર રસ્તાઓ, શેરીઓ પર વ્યવસ્થા જાળવવી એ પોલીસની ફરજ છે પરંતુ તેવું કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે અને મ્રૂત્નસ્ ની કૂચ દરમિયાન પોલીસની નિષ્ક્રીયતા, ફોજદારી કાર્યવાહીની સંહિતાના કલમ ૧૨૯ (જાહેર શાંતિને અસર કરે તેવી ગેરકાયદેસર વિધાનસભા વિખેરવામાં નિષ્ફળતા) પણ આકર્ષે છે. કમિશનર એક્ટની કલમ ૯૦૯ હેઠળ ડિમોલિશન નોટિસ આપવામાં આવી શકે અને તે પહેલાં મધ્યપ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ મિલકતના માલિકને એક મહિનાનો સમય આપવામાં આવે છે. પરંતુ રફીકના ઘરને તોડતા પહેલાં આ પૂર્વશરતનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. ગ્રામીણ ઈંદોરમાં થયેલી તોડફોડ અને કોમી અશાંતિમાં પથ્થરમારા દરમિયાન આઠ લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. વિશ્વજન્દુ પરિષદ (વીએચપી) દ્વારા આ “જન જાગરણ રેલી” કાઢવામાં આવી હતી, પરંતુ તે હજુ સુધી જાણી શકાયું નથી કે તેમની પાસે પોલીસની પરવાનગી હતી કે નહીં, અને જો તેઓ ચંદન ઘેડી ગામમાંથી પસાર થયા ત્યારે તેઓને સૂત્રોચ્ચાર કરવાની મંજૂરી કોણે આપી હતી. પોલીસે પુષ્ટિ આપી છે કે કેટલાક લોકો નજીકના ગૌતમપુરામાં એક મુસ્લિમ ધર્મસ્થાન પર ચઢી ગયા હતા અને માળખાના એક ભાગને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે તેમને હટાવી દીધા હતા પરંતુ તેઓએ “કલમ ૧૫૩ હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. એ સ્પષ્ટ નથી થયું કે જો પોલીસે જાતે જ તેઓને હટાવ્યા હોય તો એફઆઈઆર કેમ બદમાશોનું નામ નથી લેતી. જે માણસોએ કથિત રીતે પોલીસની નજર હેઠળ પૂજાસ્થળને તોડફોડ કરી તેઓના નામ કેમ લેવામાં આવ્યા નથી ? ઉપરાંત મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે જ્યાથી પથ્થરો આવશે તે મકાન તોડી પાડવામાં આવશે. આવા રાજ્ય સમર્થિત ત્વરિત સજાના નિયમો અને સૂત્રો મધ્યપ્રદેશમાં ભડકાતી કોમી આગમાં વધારો કરે તેવી સંભાવના છે. (સૌ : સબરંગ ઈન્ડિયા)